________________ (૩૯ર) જયાનંદ કેવળ ચરિત્ર. ભાંગ્યો નહીં, ત્યારે તે ભાઈઓએ સ્વજન સહિત રાજકુળમાં જઈ રાજાને તે સ્વરૂપ જણાવ્યું. તે જાણી રાજા પોતે તેનો ન્યાય કરવાને અસમર્થ થવાથી તેણે પિતાના સાગર વિગેરે ચારસે નવાણ મંત્રીએને તેને ન્યાય કરવાની આજ્ઞા કરી. તેઓ પણ ઘણી સૂક્ષમ બુદ્ધિવડે વિચાર કર્યા છતાં તેને ન્યાય આપવાને શક્તિમાન થયા નહીં; ત્યારે રાજાએ આખા નગરમાં આઘોષણા કરાવી કે–“જે કઈ આ વિવાદને ભાંગશે, તેને હું સર્વ મંત્રીઓમાં મુખ્ય મંત્રી કરીશ.” આ હકીકત સાંભળી બુદ્ધિમાન કોશલે પડહનો સ્પર્શ કર્યો. પછી તેણે રાજા પાસે જઈ તેની સમક્ષ તે ભાઈઓને પૂછયું કે–“કહો. તમારા પિતા જીવતા હતા ત્યારે કયો ભાઈ ક્યો વ્યાપાર કરતો હતો ?" ત્યારે મોટે ભાઈ બે કે–“હું ક્ષેત્ર અને ધાન્ય વિગેરેને વ્યાપાર કરતો હતો.” કેશલે ફરી પૂછયું કે “તમારા પિતાને તે સમયે–તેની હયાતિમાં કેટલું ધાન્ય પાકેલું હતું?” તે બોલ્યા“સર્વ મળીને લાખ મુડા ધાન્ય થયેલ હતું અને તેની કીંમત તેને જાણનારા પંદર લાખ રૂપીઆની કરતા હતા.” પછી બીજા ભાઈને પૂછતાં તેણે કહ્યું કે મારી પાસે દશ હજાર અશ્વાદિક પશુ ક્રિય વિક્રય કરવાના છે તેની કિંમત આંકતાં પંદર લાખની થાય છે. પછી ત્રીજા ભાઈને પૂછતાં તેણે કહ્યું–“હું વ્યાજ વટાવ વિગરેને વ્યવહાર કરું છું, તેમાં માંડલિક રાજાઓ વિગેરેને ધીરેલ હોવાથી તે ઉઘરા ણીને સરવાળે પંદર લાખનો થાય છે.” પછી ચોથે બે કે--- “મને મારા પિતાએ ખજાનાનો સ્વામી બનાવ્યા છે. તેની કિંમત ગણતાં પંદર લાખની થાય છે.” આ પ્રમાણે તે ચારેના જવાબો સાંભળી કેશલ શ્રેષ્ઠી પુત્રે રાજાને કહ્યું કે–“હે સ્વામી ! જે ભાઈ જે કાર્યમાં નિપુણ હતા, તે ભાઇને તે કાર્યને અનુસરનારી લક્ષ્મી આપીને તેમના પિતાએ તેમને સરખેજ ભાગ આપે છે. એટલે કે-પહેલાને માટી આપવાથી ક્ષેત્ર અને ધાન્ય આપ્યાં છે, બીજાને અસ્થિ આપવાથી ચતુષ્પાદ–પશુઓ આપ્યાં છે, ત્રીજાને લેખના - કાગળો આપવાથી લેણું-ઉઘરાણી આપી છે અને ચોથાને સાક્ષાત લામી આપી છે. કેમકે તે એથે માત્ર કેશને અધિકારી હોવાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust