SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ - બારમે સર્ગ.. (391) પ્રીતિથી વર્તવું, તે સંબંધમાં શતાંગને વહન કરનારા વૃષભાદિકનું દષ્ટાંત 'જાણવું. છતાં કદાચિત્ દૈવયોગે પરસ્પર અપ્રીતિને લીધે તમારે જૂદા થવું પડે, તે ઘરના ચાર ખુણામાં ઈશાન વિગેરે વિદિશાના ક્રમે મેં સમાન ધનના ભાગવાળા ચાર કળશ દાટ્યા છે, તે અનુક્રમે લઈને તમારે જૂદા થવું. પણ ધનને માટે કલેશ કરે નહીં. કદાચ કઈ કલેશ કરે તે સ્વજનોએ તેમને વારવા.” આ પ્રમાણે પુત્રને તથા સ્વજનેને દઢ રીતે કહી કબુલ કરાવી તે બુદ્ધિમાન શ્રેષ્ઠી ધર્મનું આરાધન કરીને સ્વર્ગે ગયે. પછી તે ચારે પુત્રો પિતાની વાણીથી ચિરકાળ સુધી પરસ્પર પ્રીતિથી રહ્યા. . એકદા સ્ત્રીઓની પ્રેરણાથી તે ચારે ભાઈઓને જૂદા થવાની ઈચ્છા થઈ, તેથી તેમણે ઈશાન વિગેરેના ક્રમે પોતપોતાના નામના ચિન્હવાળા કળશ ભૂમિમાંથી કાઢીને જેયા, તે તેમાં તેઓએ માટીના કકડા 1, હાડકાં 2, લેખના કાગળ 3, અને સુવર્ણ તથા મણિ 4 જોયાં. તે જોઈ ખેદ પામેલા મોટા ત્રણ ભાઈઓએ વિચાર કર્યો કે –“અહો ! ધમીષ્ટ એવા અમારા પિતાએ અમને ત્રણને કેમ છેતર્યા? અને સર્વ લક્ષમી પિતાને વહાલા એવા નાના પુત્રને જ કેમ આપી? હવે તેણે તે ગમે તેમ કર્યું, પણ આપણે તે નાનાની પાસેથી સર્વ લક્ષ્મી ખુંચવીને ચારે સરખે ભાગે વહેંચી લેવી, કેમકે પિતાએ કરેલ ઠગબાજી આપણે પ્રમાણ કરવા યોગ્ય નથી.” આ પ્રમાણે વિચાર કરીને તેઓએ નાના ભાઈ પાસે વહેંચી લેવા માટે તેને મળેલ લક્ષમી માગી. ત્યારે તેણે પિતાની કહેલ હકીકત કહીને આપી નહીં, અને તે બાબતમાં સાક્ષી થયેલા સ્વજને પાસે જઈને તેણે તે વાત કહી. ત્યારે તેમને પરસ્પર કલહ થયે જાણું સ્વજને તેમની પાસે આવ્યા. એટલે ત્રણ મોટા ભાઈઓએ ચારે કળશની હકીક્ત તેમને જણાવી. તે જાણી એક તરફથી તે છોકરાએનાં પિતાનાં વચન પ્રમાણે કરાવવામાં પોતાનું સાક્ષીપણું અને બીજી તરફથી આવા પ્રકારનું વિચિત્ર સ્વરૂપ જે તે સ્વજને સંશયમાં પડ્યા. બહુ વિચાર કરતાં પણ તે સ્વજનથી તેમને વિવાદ * 1 આ દષ્ટાંત જાણવામાં આવ્યું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy