________________ અગ્યારમો સર્ગ. (363) કરતા અને ભોગમાં આસક્ત થયેલા તેને દૈવયોગે જે વિપરીત કાર્ય નીપજ્યું તે સાંભળ–સહસ્ત્રકૂટ પર્વતને સ્વામી મહાસેન નામનો પલ્લીપતિ કેઈ નગર લુંટવા માટે જિલ્લના સૈન્ય સહિત નીકળ્યો હતો. તેણે માર્ગમાં જ પિતાના 'હેરિક માણસેથી જાણ્યું કે તે નગર અત્યંત સારી રીતે રક્ષિત કરાયેલું છે, તેથી ત્યાં જવું નકામું છે, એટલે તેને ફેરે વ્યર્થ થા. પછી પાછા ફરતાં તેણે મારા પતિને નગર બહાર રહેલે જાણી તે વન પિતાની સેનાથી વીંટી લીધું. તે વખતે રાત્રીનો સમય હતો, તો પણ તમારા જમાઈએ પિતાના સૈન્ય સહિત તે ભિલે સાથે યુદ્ધ કર્યું. તેમાં છેવટે શૃંગના નાદવડે દિશાઓને ગજાવતા તે ઉત્કટ બળવાળા ભિલ્લોએ કુમારને હરાવ્યું. તેથી તે સૈન્ય સહિત નાશી ગયો. એટલે તે ભિએ ક્રીડાગ્રહને લુંટી લીધા, અને યેન (સીંચાણે) જેમ ચલ્લીને પકડે તેમ તે ભિવ્રપતિએ મને પકડી. પછી હર્ષ પામીને પલ્લી પતિ સૈન્યસહિત પિતાની પલ્લીમાં ગયે. ત્યાં ખેદ પામતી મને તેણે કહ્યું કે –“હું બળવાન પલ્લીપતિ તારો પતિ થવા ઈચ્છું છું, તેથી તું મારે વિષે ઈચ્છા પ્રમાણે ક્રીડા કર.” ત્યારે મેં શિયલને નાશ પામવાના ભયથી ત્રણ દિવસ ઉપવાસ કરી તેને રે. ત્યારે તે બોલ્યા કે -" તું આહાર કર. હું તારા પતિ પાસેથી તારા બદલામાં ધન લઈ તને તેને પાછી મેંપીશ.” તે સાંભળી મારા મનમાં કાંઈક ધીરજ આવી, તેથી મેં ભેજનાદિક કર્યું. પછી ભિલપતિની પ્રિયાને સપત્નીના શલ્યની શંકા થઈ, તેથી પર્વતની શ્રેણિમાં સુખેથી મળી શકે એવી કઈ ઓષધિનું ચર્ણ તેણીએ મને ભેજનમાં આપી દીધું. તેનાથી મને જળદરનો વ્યાધિ થયે, અને જીવિતના સંશયને પામી. ત્યારે પલ્લી પતિએ પિતાની સ્ત્રીએ કરેલું આ કૃત્ય જાણી વિચાર્યું કે –“અહીં વૈદ્ય તથા ઔષધ વિગેરે નહીં હોવાથી આ સાજી નહીં થાય.” તેટલામાં ત્યાં સુકંઠ નામનો ગાયક આવ્યો. તેના ગીતથી રંજીત થયેલા પલ્લી પતિએ મારી સારવાર કરવા માટે તથા પ્રીતિદાનની બુદ્ધિથી ૧.બાતમીદાર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust