________________ (૩૬ર) જયાનંદ કેવળી ચરિત્ર. વાની ઇચ્છાવાળા થયા, તેથી જયાનંદ રાજાએ તેમને પિતાની પાસે બોલાવી “આ શું ?" એમ પૂછયું. ત્યારે કષ્ટથી રૂદનને રૂંધી ધેય ધારણ કરી પદુમરથ રાજ બોલ્યા કે “હે સ્વામી! મારે બે કન્યાઓ હતી. તેમને મેં એક સમશ્યા આપી હતી. તેમાં નાની કન્યાએ મારા ચિત્તને પ્રતિકૂળ લાગે તેવા અર્થોવડે તે સમસ્યાની પૂર્તિ કરી, તેથી મેં ક્રોધ પામીને માયાવી ભિલ્લ રૂપને ધારણ કરનારા તમને તે કન્યા આપી–પરણાવી, એ સર્વ તમે સ્કુટ રીતે જાણે છે. મેટી પુત્રી જયસુંદરીએ મારા ચિત્તને ઈચ્છિત સમશ્યાને અર્થ વિગેરે કહેવાથી મેં પ્રસન્ન થઈ તે કન્યા નરકેશરી રાજાના પુત્ર નરકુંજરને આપી. પછી તે નરકુંજર જમાઈને કેટલાક દિવસ મારે ત્યાં રાખી સત્કારપૂર્વક વિદાય કર્યો, એટલે તે પ્રિયા સહિત પોતાના પુરંદરપુરમાં ગયો. અત્યારે આ જયસુંદરીને ગાયન ગાતાં મેં એાળખી, અને ગીતને અનુસારે હું જાણું છું કે તે મારી પુત્રી ઘણી દુ:ખી અવસ્થા પામેલી છે; પરંતુ વિસ્તારથી તેનું વૃત્તાંત હું જાણતો નથી, તેથી તેનું વૃત્તાંત તે જ કહેશે.” એમ કહીને તે બંધ રહ્યો, એટલે પિતાના પૂછવાથી જયસુંદરીએ પિતાનું વૃત્તાંત આ પ્રમાણે કહ્યું પિતાજી! તે વખતે હું મારા પતિ સાથે સાસરે ગઈ. ત્યાં મારે પતિ મારામાં જ આસક્ત થઈ ભેગસુખમાં મગ્ન થઈ કીડા કરવા લાગ્યા..એકદા વસંતઋતુ આવી ત્યારે નગરથી બે કેશ દૂર નંદનવન જેવા કુસુમાકર નામના કીડાઉદ્યાનમાં વેળુની ભીંતવાળા, કેળના સ્તંભની શ્રેણિવડે મનહર અને પુષ્પની માળાથી ઢાંકેલા (છાયેલા) વિવિધ પ્રકારના કીડાગૃહો બનાવ્યા. પછી જાણે કામદેવના જ ઘર હોય તેવા તે ઘરમાં બે માસ રહેવાની ઈચછાથી સર્વ પ્રકારની ભેગસામગ્રી લઈ જઈને મારી સાથે તેમણે ત્યાં પ્રવેશ કર્યો. આજુબાજુ દૂર રહેલા સુભટોથી રક્ષણ કરાતા અને દાસીઓના સમૂહથી પરવરેલો તે મારા પતિ વેશ્યાઓનાં ગીતનાટ્યાદિકમાં લીન થઈ. નિરંતર તેમની સાથે ક્રીડા કરવા લાગ્યું. આ પ્રમાણે હાથણુઓ સાથે હાથીની જેમ સ્ત્રીઓના સમૂહ સાથે કીડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust