________________ દષ્ટિને શુદ્ધિનું સ્વરૂપ. ( 10 ) છે, પરંતુ અમે તે મૂઢ અને દીન છીએ, તેથી હે કૃપાનિધિ ! અમારા પર કૃપા કરે.” પછી તે મંત્રીની બને પ્રિયાઓ પણ અત્યંત પશ્ચાત્તાપ અને ભયથી આકુળવ્યાકુળ થઈ પોતાના આત્માની નિંદા કરતી તે મુનિને ભક્તિથી વંદના કરી ખમાવવા લાગી. મુનિ બોલ્યા કે “મારા મનમાં કાંઈ પણ કોપ નથી, તેથી તમને મારાથી જરા પણ ભય નથી. પરંતુ તમે દષ્ટિનું અને શુદ્ધિનું તાત્વિક–સત્ય સ્વરૂપ જાણતા નથી, (તેનાથી તમારે ભય રાખવાને છે.)” મંત્રીએ કહ્યું—“તે સ્વરૂપ આપ અમને કૃપા કરીને સમજાવો.” ત્યારે મુનિ બોલ્યા કે બાહ્ય અને આત્યંતર એમ દષ્ટિ બે પ્રકારની છે. તેમાં સ્થળ અને સમીપે રહેલા પદાર્થોને પ્રકાશ કરનારા આ ચર્મમય બે નેત્રે છે તે બાહા દષ્ટિ છે તથા જ્ઞાન અને દર્શન એ બે આત્યંતર, દષ્ટિ છે, તે સર્વ–સૂક્ષ્મ અને દૂર રહેલા પદાર્થોને પણ જેનારી છે. એ જ રીતે શુદ્ધિ પણ બે પ્રકારની છે. બાહ્ય અને આત્યંતર. તેમાં બહારથી પદાર્થોની જે ચેખાઈ તે બાહ્યશુદ્ધિ કહેવાય છે, અને દાન દેવા યોગ્ય પદાર્થોનું સેંતાળીશ દોષથી રહિતપણું તે આત્યંતર શુદ્ધિ છે. તેથી અમે બન્ને પ્રકારની દષ્ટિવડે બન્ને પ્રકારની શુદ્ધિ જોઈએ છીએ. તે બેંતાળીશ દેશે આ પ્રમાણે છે - आहाकम्मु 1 देसिअ 2, पूइकम्मे 3 अ मीसजाए अ४। * ठवणा 5 पाहुडिआए 6, पाओअर 7 कीय ( पामिच्चे 9 / / 186 // * परिअट्टिए 10 अभिहडु ११-ब्भिन्ने 12 मालोहडे 13 अ अच्छिजे 14 // अणिसिट्ठि 15 ज्झोयरए 16, सोलस पिंडुग्गमे दोसा // 187 // આધાકર્મ દોષ–સાધુને નિમિત્તે તૈયાર કરે તેલ, એશિક દોષ–પ્રથમ તૈયાર કરેલા ભાત, લાડુ વિગેરે મુનિને ઉદ્દેશીને દહીં ગોળ વિગેરેથી મિશ્ર કરે તેર, પૂતિકર્મ દષ-શુદ્ધ આહાર આધાકમી આહારમાં નાંખી મિશ્ર કરે અથવા આધાકમી આહારથી ખરડાએલી કડછી વિગેરેવડે શુદ્ધ આહાર વહોરાવવો તે 3, મિશ્રજાતિ દોષ પિતાને માટે અને સાધુઓને માટે પ્રથમથી જ ઉદ્દેશીને આહારાદિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust