________________ મંત્રીને થયેલ પશ્ચાતાપ. ( 10 ) ગયા, અને રાજદિક ઘણા લોકોએ આશ્ચર્ય પામી જૈનધર્મ અંગીકાર કર્યો. પછી મુનિએ પણ પારણું કર્યું. એકદા તે મહામુનિ પૃથ્વીપર વિહાર કરતા અનુક્રમે આ રતિવર્ધન નગરમાં આવ્યા, અને અહીં ઉદ્યાનમાં પ્રતિમા ધારણ કરી નિશ્ચય બુદ્ધિવાળા તે સ્થિર રહ્યા, તેવામાં ધ્યાન અને તપના વેગથી તેમને હાલ અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે. હે મંત્રીશ્વર! તે જ આ મહામુનિ એક માસના ઉપવાસ કરી શુદ્ધ આહારની ગવેષણ કરતા તમારા મોટા ભાગે તમારે ઘેર આવ્યા હતા. આ મુનિ સાક્ષાત્ કલ્પવૃક્ષરૂપ છે અને મોટા મહિમાના સમુદ્ર છે, કારણ કે તેના ગુણથી પ્રસન્ન થયેલા દેવતાઓ તેમનું સાંનિધ્ય કરે છે. તે મુનિ સર્વત્ર સમદષ્ટિવાળા હોવાથી કેઈના ઉપર રેષ કે તોષ કરતાજ નથી, તથાપિ તેમની પૂજા અને નિદા જ મનુષ્યોને આ ભવમાં અને પરભવમાં શુભાશુભ ફળ આપે છે. " . ( આ પ્રમાણે શ્રાવક મિત્રના મુખથી તે મુનિનું ચરિત્ર સાંભળીને મંત્રી પશ્ચાત્તાપ અને ભયથી વિહળ થે, તેની પ્રિયાઓને પણ તેવીજ વિલ્ડળ જોઈ વિસ્મય પામેલે તે મંત્રી બેલ્યો કે–“હા! હા ! હે મિત્ર ! અજ્ઞાનવડે અંધ ચિત્તવાળા મેં અને મારી પ્રિયાઓએ ક્રોધથી આક્રોશનાં વચનવડે તે મુનીશ્વરની વિરાધના કરી છે. અમે અભ્યાસ નહીં હોવાને લીધે જૈન સાધુઓના આચારાદિકને જાણતા નથી, તેમાં પણ આવા મહાત્મા મુનિના આચારને તે વિશેષ કરીને જાણતા નથી. તેથી હમણાં તેમના શાપને અમને ભય લાગે છે. તે સાંભળી ધર્મરૂચિ શ્રાવકે કહ્યું કે–“તે કૃપાળુ મુનિ કોઈને પણ શાપ આપતા જ નથી, અને તેમની સેવા કરનારા દેવાએ પણ તમે ભાગ્યવાન હોવાથી તમને શાપ આપ્યો નથી. પરંતુ તે મુનિની હીલના આ લેક અને પરલોકમાં દુઃખદાયક થાય છે, તેથી પાપ અને અમંગળની શાંતિ કરવા માટે તેમની પાસે જઈને તેમને ખમાવો. તો સારું.” તે સાંભળી મંત્રીએ કહ્યું કે—“હે મિત્ર ! તમારું કહેલું સર્વ અમે કરશું. અમે ખીર વગેરે વસ્તુ આપતા છતાં તે P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust