________________ (16) શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર. છેવટ આ અનર્થની શાંતિ માટે કોઈપણ ઉપાય ન મળવાથી શીધ્રપણે તે મુનિની પાસે આવી તેને નમસ્કાર કરી તેઓ હાથ જોડી બેલ્યા કે–“હે જગપૂજ્ય ભગવાન મુનીશ્વર ! આપ મહા પ્રભાવવાળા છે, અને તેજોમય છે, છતાં પણ સૂર્યને ઘુવડની જેમ આપને અજ્ઞાની જનો ઓળખી શકતા નથી. તેથી બાળક, મૂઢ અને અજ્ઞાનવડે અંધ ચિત્તવાળા અમારા પુત્રે પૂજ્ય એવા આપનો પણ અપરાધ કર્યો છે, તેને હે કૃપાનિધિ ! આપ ક્ષમા કરે. મહા પુરૂષોનો ક્રોધ ચિરકાળ સુધી રહેતો નથી, અને તેમાં પણ નમસ્કાર કરનાર ઉપર તે અવશ્ય ચિરકાળ સુધી રહેતો નથી, તેથી કરીને અમે આપને જ શરણે આવ્યા છીએ, માટે અમારા પર અનુકંપા કરે, અને કેઈપણ ઉપાયથી આ બાળકના હાથ સજ કરે. કારણ કે આ બાબતમાં આપ જ સમર્થ છે. એવો પ્રભાવ બીજા કોઈને નથી.” આ પ્રમાણે સાંભળી મુનિ બેલ્યા કે—“હે ભદ્ર ! મને ક્રોધ થયો નથી, થતો નથી અને થવાનું પણ નથી. પરંતુ આ બાળકને આવી શિક્ષા શાસનદેવતાએ કરી છે.” આ પ્રમાણે મુનિ કહેતા હતા તે જ વખતે શાસનદેવતા આકાશમાં પ્રગટ થઈને બેલી કે –“જગપૂજ્યની હીલના કરનાર આ પાપી બાળકને હું સજજ નહીં કરું.” આવું દેવીનું વચન સાંભળી તેઓએ તે દેવીને પૂજા અને સ્તુતિ વિગેરે વડે સંતુષ્ટ કરી, ત્યારે તે બોલી કે–“જે આ બાળક આ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરે તો હું તેને સજ કરું.” તે સાંભળી તેઓએ બીજે કઈ પણ ઉપાય નહીં મળવાથી તે પણ અંગીકાર કર્યું. ત્યારે તે અચિંત્ય શક્તિવાળી દેવીએ તેના હાથ નવીન ક્યો–સ કર્યો. તે વખતે સર્વે જનો હર્ષ પામ્યા, મુનિના મસ્તક પર પુષ્પવૃષ્ટિ થઈ અને અત્યંત પશ્ચાત્તાપ કરતો તે બાળક પણ તે મુનિને ખમાવવા લાગે. પછી મુનિએ તે બાળકને પ્રતિબંધ કર્યો, ત્યારે તેણે પિત્રાદિકની અનુમતિથી મુનિ પાસે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. પછી મુનિએ ગ્રહણ અને આસેવના એ બે પ્રકારની શિક્ષા શીખવવા માટે તેને બીજા સ્થવિર મુનિઓને સેં. તે મહામુનિને તથા નવા મુનિને નમસ્કાર કરી તેમની પ્રશંસા કરતા સર્વે ને પિતપોતાને ઘેર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust