________________ एकादश सर्ग. જે (પ્રભુ) માત્ર સ્મરણ કરવાથી જ સર્વ વિઘને નાશ કરે છે, તથા બાહ્ય અને અત્યંતર વ્યાધિઓના સમૂહને દૂર કરે છે, તે ફિલિની નામની ઔષધિ જેવા શ્યામ વર્ણવાળા શ્રી પાર્શ્વનાથરૂપી "અપૂર્વ ધવંતરી ત્રણ જગતને વિષે શિવસુખ આપ. - હવે તે બુદ્ધિમાન જયાનંદ કુમારે કીડા કરવાના ઉદ્યાનાદિકમાં ક્રીડા કરતાં ધર્મ અને સુખમય કેટલોક સમય નિર્ગમન કર્યો. એકદા અશ્વક્રીડા કરવા માટે ઉદ્યાનમાં જતાં કુમારે માર્ગમાં રાજપુરૂષથી હણવા માટે વધ્યભૂમિ તરફ લઈ જવાતા એક પુરૂષને જે. તેને ગધેડા ઉપર અવળે મુખે બેસાડવામાં આવ્યો હતો, તેના મસ્તક પર જૂદા જૂદા સાત ઠેકાણે મુંડન કરેલું હતું, આક્રોશ વડે વાચાળ લેકે તેને મારતા હતા, કેળાહળ કરતા બાળકે તેના પર વારંવાર કાંકરા અને ધૂળ નાંખતા હતા, તેના આખે શરીરે રાખળી હતી, તેનું મુખ મેશથી લિપ્ત કર્યું હતું, તેનું શરીર ત્રણેથી વ્યાપ્ત હતું, તેનું ઉદર અતિ કૃશ હતું તથા તેની આગળ કટુ શબ્દ કરનારૂં કાહલ નામનું વાજિત્ર વાગતું હતું. આ પ્રમાણે જાણે નરકની કાંઈક વાનકી હોય અને જાણે –“આ કોણ છે અને તેને શામાટે આવી વિડંબના કરે છે?” ત્યારે તેઓ બોલ્યા કે –“આ ચાર રાત્રીમાં ઇશ્વર શ્રેણીના ઘરમાં ખાતર પાડી સર્વસ્વ લઈ નાશી જતો હતો, તેટલામાં તેના ઘરવાળાએ જાગવાથી કેળાહળ કર્યો, તે સાંભળી અમે તેને પકડ્યો, અને તેની પાસેથી ચોરીને સર્વ માલ કબજે કર્યો, તેથી અત્યારે 1 પ્રસિદ્ધ ધન્વન્તરી એટલે દેવવૈદ્ય તો કેવળ બાહ્ય રોગને દૂર કરી શકે છે, અને વિઘને નાશ કરી શકતો નથી. તે પણ સ્મરણ કરવાથી નહીં, પણ સાક્ષાત સેવવાથી જ બાહ્ય રાગને દૂર કરે છે. તેથી પ્રભુને અપૂર્વ ધન્વતરી કહ્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust