________________ દશમો સર્ગ, (319) ક્ષેત્રમાં ઘણું ધન આપ્યું અને યાચકજનેને ઈચ્છિત ધનનું દાન કરવા લાગ્યું. “આવા લાભમાં આ વ્યય કરે તે ગ્ય જ છે.” આ કુમારના ભાગ્ય અને બળ વિગેરેવડે ઝાપતિ રાજાનું રાજ્ય પણ વૃદ્ધિ પામ્યું, અને લોકમાં ચોતરફ આ કુમારના ગુણેની સ્તુતિ વૃદ્ધિ પામી. આ પ્રમાણે પરદેશમાં પણ મનુષ્ય સહાય રહિત છતાં સર્વ ઠેકાણે જયલક્ષમીને જે પામે છે, તે પૂર્વે (પૂર્વ જન્મમાં) ઉપાર્જન કરેલી પુણ્યલક્ષમીને જ પ્રગટ પ્રભાવ છે. એમ જાણવું. આ રીતે તપગચ્છના અધિરાજ પૂજ્ય શ્રી દેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે નાટ્યસુંદરી, ગીતસુંદરી અને નાદસુંદરી નામની ત્રણ કન્યાના પાણિગ્રહણના વૃત્તાંતવાળો આ દશમો સર્ગ સમાપ્ત થયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust