SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ - દશમ સર્ગ. (311) સુધીમાં તેણે કળાનું નામ પણ જણાવ્યું નહોતું, આજે જ તેણે એકી સાથે આવી દિવ્ય કળાએ દેખાડી છે. તેથી જરૂર આ પુરૂષ કોઈ ગુપ્ત સ્વરૂપવાળે જણાય છે.” આવી કળાચાર્યની વાણું સાંભળી રાજાના મનમાં ઘણા ઘણા વિકલ્પ થયા. ' હવે સર્વ રાજકુમાર અત્યંત ખેદ પામી વિચારવા લાગ્યા કે “અહો! આ માયાવી વામને આપણો સર્વને પરાભવ કર્યો. પ્રથમ આટલે કાળ મૂર્ણપણું બતાવી અત્યારે એકીસાથે સર્વ કળાઓ દેખાડીને તેણે ત્રણે કન્યા ગ્રહણ કરી, તેથી આપણે આટલો બધો અભ્યાસનો શ્રમ તેણે વ્યર્થ કર્યો. જે પ્રથમ આપણે એને આવે જા હેત, તે તે જ વખતે તેને આપણે હણું નાંખત; અથવા તો હજુ પણ આ નિરાધાર રંકને હણે ત્રણે કન્યાઓને સ્વેચ્છાએ ગ્રહણ કરવા શું આપણે શક્તિમાન નથી? અજાણ્યા કુળ અને શીળવાળા તથા કુરૂપ એ આ ત્રણે કન્યાઓને લઈ જાય, તે આ પણે શી રીતે સહન કરીએ? તેમ થવાથી તે આપણી હાંસી અને પરાભવ અવશ્ય થાય. આપણે સૈન્ય સહિત ઘણું છીએ, તેથી રાજા પણ આપણને શું કરી શકે તેમ છે ? વળી માયાવડે અપરાધ કરનાર આ રંકને મારવામાં આપણને કાંઈ પાપ પણ લાગે તેમ નથી. અથવા ઘાત કરવાને તૈયાર થયેલા આપણને જોઈ જે તે વામન નાશી જશે, તો તે રાંકની હત્યાનો દોષ આપણને લાગશે નહીં, અને આપણું કાર્ય પણ સિદ્ધ થશે.” આ પ્રમાણે પરસ્પર વિચાર કરી સર્વની અનુમતિ લઈ સૂરપાળ નામના એક મુખ્ય રાજકુમારે વામનને કહ્યું કે-“હે વામન! આપણું એકગુરૂ હોવાથી તું અમારો બંધુ છે, તેથી તને હું હિત વચન કહું છું કે-મયૂર અને માંકડા વિગેરેને વિષે પણ નૃત્ય સુલભ હોય છે, કેયલ અને ચાંડાળ વિગેરેને વિષે પણ ઉત્તમ ગીતકળા હોય છે, તથા ચાંડાળે પણ વીણાદિકનો નાદ સારે કરી શકે છે, પરંતુ હે વામન ! તે સર્વમાંથી કઈ પણ રાજકન્યાને યોગ્ય નથી, તે જ પ્રમાણે તું પણ રાજકન્યાને યોગ્ય નથી. એ શું તું નથી જાણૉ ? જેમ ગધેડો સુવર્ણની ઘટાને લાયક નથી, કુતરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy