________________ (302) જયાનંદ કેવળી ચરિત્ર, અમને ગીતનું સ્વરૂપ કહી પછી સર્વોત્તમ ગાયન કર.” તે સાંભળી વામન બોલ્યા કે—“હે રાજા ! સદ્દગુરૂના પ્રસાદથી ગીતકળાનું સ્વરૂપ કાંઈક હું જાણું છું, તે હું સંક્ષેપથી કહું છું, સાંભળો– તંત્રી, વેણુ અને મનુષ્ય એ ત્રણથી ઉત્પન્ન થતું ગાંધર્વ (ગીત) ત્રણ પ્રકારનું છે. તેમાં વીણા, ત્રિસરી, સારંગી વિગેરે અનેક પ્રકારની તંત્રી કહેવાય છે. હૃદયમાં મંદ્રાદિક ભેદથી વિકાસ પામતે રાગ તે તંત્રીના છિદ્રને સ્પર્શ કરવાથી ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે વંશ (ણ)ને વિષે પણ જાણવું. વળી વિષ્ણુને વિષે શલ્યાદિકને ત્યાગ કરવાથી તેના નામની શુદ્ધિ થાય છે, તથા વૃત્તાદિક ગુણવડે તેના તુંબ (તુંબડા) ની શુદ્ધિ થાય છે, તેમજ વિલિ (વળીયાં), સ્નાયુ (નસ) અને વાળ (કેશ) વિગેરેને ત્યાગ કરવાથી–ન રહેવા દેવાથી તંત્રી ( તાંત) ની શુદ્ધિ થાય છે, એ રીતે જ વે, સારંગી અને ત્રિસરી વિગેરેની પણ શુદ્ધિ ઈચ્છાય છે-કરાય છે. ઈત્યાદિક લક્ષ શાસ્ત્રોવડે આને વિસ્તાર કહે છે. હે રાજા ! અત્યારે ઉત્સુકતાને લીધે કેટલો વિસ્તાર કહી શકાય? હવે મનુષ્યથી ઉત્પન્ન થયેલા ગાંધર્વ (ગીત) ના વિષયમાં કાંઈક કહું છું, તે સાંભળે–ગાનાર પુરૂષ શરીરે કૃશતા અને સ્થલતા રહિત હોવો જોઈએ, તેના ગળામાં કાંઈ પણ વ્યાધિ ન હવે જોઈએ. અથવા તે સર્વથા પ્રકારે નિરગી, આનંદી અને યુવાન હોવો જોઈએ. તલ, તેલ, અડદ અને ગેળ વિગેરેનો આહાર કરનાર ન હોય, સાકર તથા મધયુક્ત દૂધ તથા જળનું પાન કરતો હોય, અતિ ઉષ્ણ અને અતિ શીત ભજન કરતો ન હોય, તથા તાંબુલવડે જેનું મુખ અત્યંત શુદ્ધ હોય તે શુદ્ધ ગીતગાન કરી શકે. એ જ રીતે સ્ત્રી પણ આવા ગુણવાળી હેવી જોઈએ. આવા મનુષ્યની નાભિથી પ્રયત્નવડે પ્રેરાયેલો જે વાયુ ઉત્પન્ન થાય, તેને ગીતકળાના નિપુણ પુરૂષ પ્રાણ કહે છે. તે પ્રાણવાયુ મૂર્ધસ્થાનમાં 1 મંદ્ર, મધ્યમ અને તાર એટલે મંદ, મધ્યમ અને ઉચો. 2 વંશરૂપ દંડની. 3 વૃત્ત એટલે ગોળાકાર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust