________________ નવમો સર્ગ. (283) વિધાર્યો હોય તેમ રાજા પોતાના અકૃત્યના સ્મરણથી ઉત્પન્ન થયેલી લજજાના દુઃખથી નમ્ર મુખવાળે થઈને વિચારવા લાગ્યો કે-“આ બાળિકાએ આ વૃત્તાંત શી રીતે જાણે હશે? શું તેણીએ કોઈ જ્ઞાનીના મુખથી સાંભળ્યું હશે કે શું બીજા રૂપે રહેલી આ વિજયસુંદરીજ છે? અથવા તે તેણીએ મારી કમળા રાણીના મુખથી સાંભળ્યું હશે? કેમકે આ તેની પ્રીતિનું સ્થાન હોવાથી સદા તેણીની પાસે જ રહેનારી છે.” એમ વિચારી રાજાએ ઉત્તર આપ્યો કે“મારાથી સર્વ પ્રજા સુખી થતી હતી તે હું જ મારા આત્માનું આવા સંકટથી કેમ રક્ષણ ન કરત? તેથી સત્ય વાત એ છે કે આ બ્રહ્મશ્રવણની જેમ સર્વે પિતાના પુણ્યથી જ સુખી છે, અને મારી જેવાની જેમ સર્વે પિતાના પાપથી જ દુઃખી છે.” ત્યારે તે બોલી કે “જો એમ જ હોય તો હે રાજા ! તમે શા માટે પુણ્ય કરતા નથી? કદાચ પુત્રીની પીડા તમને પુણયમાં વિશ્ન કરતી હોય તે આ મારા પતિને તમે પૂછો. તે સર્વ શાસ્ત્ર અને કળામાં નિપુણ છે, નિમિત્તાદિકના બળથી અતીત અનાગત સર્વ જાણે છે અને સર્વ વૃત્તાંત યથાર્થ કહી શકે છે. તે સાંભળી રાજાએ તેને પૂછયું કે-“હે બ્રક્ષેદ્ર! મારી પુત્રી અને કયારે મળશે? અથવા તેની શી અવસ્થા છે? તે ફુટપણે કહે.” ત્યારે તે બ્રહ્મવૈશ્રવણે લગ્ન સ્થાપનાદિક વિસ્તાર કરવાવડે આડંબર કરીને કહ્યું કે—“હે રાજન! તે તમને સુખી અવસ્થાએ શીધ્રપણે જ મળશે. તેમાં તમે શંકા કરશો નહીં. પરંતુ હે રાજન ! તમે મને અથવા આ મારી પ્રિયાને કાંઈ પણ ઓળખો છે કે નહીં?” રાજાએ કહ્યું—“તમે તે ગુણવડે જ તમારે આત્મા સારી રીતે ઓળખાવ્યું છે, તેથી વધારે તમારા બન્નેના વંશ કે નામ વિગેરે હું કાંઈ જાણતા નથી.” તે સાંભળી તેણે વિજયસુંદરીના વિવાહ વખતે જેવું પિતાનું રૂપ હતું તેવું જ ભિલનું રૂપ તત્કાળ ઔષધિથી કર્યું, અને વિજય સુંદરી પ્રિયાનું સ્વાભાવિક (મૂળ) રૂપ કર્યું. પછી તે બોલ્યા કે—“અહા ! આવા કુરૂપીને આવા ગુણવાળી પુત્રી રાજાએ કેમ આપી? વિશ્વની વિડંબના કરનાર ક્રોધ અને માનને ધિક્કાર છે. જેમ આ વિજય સુંદરી સર્વ રૂપ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust