________________ (282) જયાનંદ કેવળી ચરિત્ર. અવસ્થા થઈ હશે? તે જાણવામાં ન આવવાથી પુત્રીહત્યાનું પાપ મને અત્યંત દુઃખ આપે છે. તેના વિયેગથી દુઃખી થયેલી તેની માતા પણ રેષ કરીને અહીં આવેલ છે, એ પણ મારે મેટી વિપત્તિ જ છે. હું મારા બળથી સમગ્ર વિરેને તૃણ સમાન ગણતો હતો, તેજ હું કરડે સુભટેની સમક્ષ એક સામાન્ય બ્રાહ્મણવડે જીતાયે વળી મર્કટપણાદિક દુર્દશાને પણ હું પામ્યો, આવા પરાભવના દુઃખને પાર પામવા કે પુરૂષ શક્તિમાન હેય? તેથી હવે તો કોઈપણ ઉપાયવડે મારે મરી જવું તેજ શ્રેયસ્કર છે. માટે હું તો હવે અગ્નિમાં પ્રવેશ કરીશ. હે સુભટે! તમે મારે માટે અગ્નિ તૈયાર કરે.” આ પ્રમાણે પોતાની બહેનના પતિ પમરથ રાજાની વાણી સાંભળી તેનો ખેદ દૂર કરવા માટે કમળપ્રભ રાજા બોલ્યો કે-“હે નરોત્તમ ! હું એક સામાન્ય બ્રાહ્મણથી જીતાયે છું એમ ધારી તમે ખેદ ન પામે, શું પૂર્વે ભરતાદિક પણ પરાભવનું દુઃખ નથી પામ્યા ? વળી આ બ્રાહ્મણ માત્ર જ છે, એમ કદી ધારશે નહીં, ખરેખર આતે કઈ દિવ્ય પુરૂષ છે. એમ એની ચેષ્ટા પરથી જણાય છે. તે સર્વે સમય આવે આપણે જાણી શકશું.” પછી માયાવિપ્ર બોલ્યા કે-“હે નરોત્તમ! આ પ્રમાણે પાપનાં ફળ જોઈ તમે પુણ્યનો આદર કરે, કે જેનાથી સર્વ દુઃખને ક્ષય થાય. તમે તમારું સર્વ રાજ્ય સુખેથી ભોગ, રોષ પામેલી પ્રિયાને મનાવે અને જૈન ધર્મ પાળી મનુષ્યજન્મ કૃતાર્થ કરે.” આ પ્રમાણે તે બન્નેના વચનથી કાંઈક સાવધાન થયેલ પદ્દમરથ રાજા બેકે-“પુત્રીની શુદ્ધિ જાણ્યા પછી હું તે સર્વ કરીશ.” તે વખતે માયાવિપ્રની પ્રિયા પતિને આદેશ પામીને તરત જ ત્યાં આવી અને લજજાથી મંદ થયેલી વાણુ વડે પદ્મરથ રાજા પ્રત્યે બોલી કે-“હે રાજન ! તુંજ શંકર છે. ઇત્યાદિક વચનેથી તમારી પ્રશંસા કરીને જેણે સમસ્યા પૂર્ણ કરી હતી તે જયસુંદરીની વાણુ સત્ય છે જેણે સમસ્યા પૂર્ણ કરી હતી તે વિજયસુંદરીની વાણી સત્ય છે ?" આ પ્રમાણેની ભાલા જેવી તેની વાણુ વડે જાણે મર્મસ્થાનમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust