________________ (250) જયાનંદ કેવળી ચરિત્ર. તેણનાં વચનથી મદન સ્થિરચિત્ત થઈને ત્યાં જ રહો. “કામી પુરૂષ સ્ત્રીનાં વચનને જ આધીન હોય છે.” ત્યારપછી વર્ષાઋતુને ભેગસુખમાં નિર્ગમન કરી અને પ્રિયાને જોવામાં ઉત્સુક થયેલા મદને જવા માટે તેની રજા માગી, ત્યારે તેણીએ કાંઈક વિચાર કરી તત્કાળ તેને જવાની સંમતિ આપી અને શ્રેષ્ઠ કરંબો બનાવી તેને તેનું ભાતું આપ્યું. તે લઈ મદન ત્યાંથી ચા. અનુક્રમે એક ગામ પાસે આવ્યું, ત્યાં મધ્યાન્હ થવાથી સરોવરને કાંઠે રહેલા એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠે. પછી સ્નાન કરી દેવગુરૂનું સ્મરણ કરી ભજન કરવાની ઇચ્છા થતાં તેણે વિચાર કર્યો કે “કોઈ અતિથિને આપીને પછી જે હું જમું તે મારું વિવેકીપણું કહેવાય.” આ પ્રમાણે તે વિચાર કરતો હતો, તેવામાં એક દેવકુળમાંથી નીકળી ભિક્ષાને માટે ગામ તરફ જતા કઈ જટાધર (તાપસ) ને જોઈ તેણે હર્ષથી તેને નિમંત્રણ કર્યું અને દાન આપવામાં કુશળ એવા તેણે તેને શ્રદ્ધાપૂર્વક કરે છે આપ્યો. તે જટાધર પણ ભૂખ્યો થયેલ હોવાથી ત્યાં જ બેસીને ખાવા લાગ્યું. હવે મદને જોવામાં ખાવાનો આરંભ કર્યો, તેવામાં કેઈએ છીંક ખાધી. તેથી અપશુકન થયું જાણું બુદ્ધિમાન મદને ખાવામાં કાંઈક વિલંબ કર્યો. તેવામાં કરે ખાવાથી પેલે તપસ્વી તત્કાળ ઘેટે બની ગયે, અને તરત જ સંકાશ નગર તરફ ચાલ્યો. તે જોઈ મદને વિચાર્યું કે-“જે મેં આ કરંબા ખાધો હોત, તો હું પણ આજ રીતે અવશ્ય શૂટ થઈ જાત. દયાદાનનો મહિમાવડે હું આ આપત્તિમાંથી બચી ગયો છું.” એમ વિચારી “આ ઘેટે ક્યાં જાય છે? તે જાણવા માટે મદન તેની પાછળ ચાલ્ય શીધ્રપણે ચાલતા તે બન્ને સંકાશનગરમાં પહોંચ્યા, અને તે ઘેટે વિદ્યુતાના . ઘરમાં જ પેઠે. તે વખતે “આનું શું થાય છે? તે માટે મદન વિસમય સહિત ઘરની બહાર કોઈ સ્થાને ગુપ્ત રીતે સંતાઈ રહ્યો. વિઘદ્ધતા પિતાના ઘરમાં આવેલા તે ઘેટાને જોઈ તત્કાળ ઘરનાં દ્વાર બંધ કરી ક્રોધથી લાકડી વડે તેને અત્યંત મારવા લાગી, અને બેલી કે– અરે દુષ્ટ ! મને નિરપરાધીને તજી અપરાધવાળી તે બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust