________________ નવમો સર્ગ. (24) આ સ્ત્રી પતિના વિયોગથી કામદેવવડે પીડા પામીને રૂદન કરે છે; તેમ બીજી સ્ત્રીઓ પણ કામદેવની પીડાને સહન કરી શકતી નહીં હોય એમ હું માનું છું, તેથી પતિના પ્રેમને આધીન થયેલી મારી બે પ્રિયાએ જેને મેં ચિરકાળથી મૂકી દીધી છે, તેઓ આજે કામની પીડાથી મારું સ્મરણ કરી કઈ દશાને પામતી હશે? તે કોઈ પણ પ્રકારે એક વાર ત્યાં જઈને તે પ્રિયાઓને હું આશ્વાસન આપું. તેમાં પણ અપરાધ વિનાની અને મારે ઉપકાર કરનારી પ્રચંડાને તો વિશેષ આશ્વાસન આપવું યેગ્યા છે. આ પ્રમાણે પૂર્વ પ્રિયાએનું સ્મરણ કરી તેના વિયેગથી ઉત્પન્ન થતા દુઃખવડે તે મદન અશ્રુધારા મૂકવા લાગે અને વસ્ત્રવડે નેત્ર લુંછવા લાગ્યો. તે વિદ્યુલ્લતાના જોવામાં આવ્યું, એટલે વ્યાકુળ થઈને તેણુએ પૂછ્યું કે-“હે પ્રિય ! અત્યારે અકસ્માત્ તમને રૂદન કેમ આવે છે?” મદન કાંઈ બોલ્યો નહીં, એટલે તેણીએ વધારે આગ્રહ કર્યો, ત્યારે તેણે પિતાની પૂર્વની બન્ને પત્નીઓનું સ્મરણ થવા સંબંધી સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તે બોલી કે-“જો એમ હોય તો તમે ત્યાં જઈને તેમને કેમ આશ્વાસન આપતા નથી ?" ત્યારે તે પણ બલ્ય કે “હે પ્રિયે! જે તું મને રજા આપે તે એકવાર ત્યાં જઈ આવું.” તે સાંભળી સ્ત્રીસ્વભાવને લીધે અત્યંત ઇર્ષાથી તેણીએ વિચાર્યું કે-“હું દાસીની જેમ આની સર્વ પ્રકારની સેવા બજાવું છું, કઈ પણ વખત મશ્કરીમાં વાણીવડે પણ વિનયનું ઉલ્લંઘન કરી જરા પણ પ્રતિકૂળતા બતાવતી નથી; છતાં પણ આ આજે તેવી દુષ્ટ સ્ત્રીઓનું સ્મરણ કરે છે. હું કામવ્યથાને જરા પણ સહન કરવાને શકિતમાન નથી. વળી મેઘની ઘટાવાળો આ કાળ કામદેવના મિત્ર જે છે; તેથી કાળક્ષેપ કરીને આને તે સ્ત્રીઓનું વિસ્મરણ કરાવું.” એમ વિચારી તે બોલી કે “હે પ્રિય! હમણાં વર્ષાઋતુ હેવાથી પર્વતની નદીઓ મહા વિષમ હોય છે અને માર્ગ પણ કાદવવાળા હોવાથી અગમ્ય હોય છે, તેથી શરદઋતુ આવે ત્યારે જવું યેગ્ય છે.” આ પ્રમાણેનાં - 32 . . . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust