________________ (8) શ્રી જયાનંદ કેવળી ચરિત્ર. રત્નોના કળશે રહેલા છે, તેની કાંતિ ચંદ્રની કાંતિ કરતાં અધિક છે, તેથી તે નગરમાં ચંદ્રાસ્ના અને અંધકારને એટલે શુક્લ અને કૃષ્ણપક્ષને કાંઈ પણ ભેદ જણાતો નથી. તે નગરમાં કેદારની ઇભ્યોના મહેલેના શિખર ઉપર રહેલી શસ્યલક્ષ્મીને કહેનારી સુવર્ણકલશાલિઓ શોભે છે. “ક્ષેત્રમાં વાવેલું બીજ ગણ થાય છે અને અગ્નિમાં હોમેલું બીજ ભમસાત્ થાય છે.” આવા લકના પ્રવાદ પર કેણ શ્રદ્ધા કરે? કારણ કે કામદેવે પિતાનું શરીર મહાદેવના ત્રીજા નેત્રરૂપી અગ્નિના ફંડમાં હેમ્યું, તે આ નગરમાં કીડા કરતા યુવાનોના શરીરના મિષથી કોટિગણું થયું જણાય છે. તે રતિવર્ધન નામના નગરમાં નરવીર નામે રાજા રાજ્ય કરતે હતો. તે એશ્વર્ય, સૌદર્ય, ધૈર્ય અને વિયોરાજા. દિક ગુણોએ કરીને ઇંદ્ર સદશ હતો. તે રાજાની દિગયાત્રામાં સૈન્યની ઉડેલી રેણુવડે સૂર્ય ઢંકાઈ જતો ત્યારે સૂર્યથી પણ ચઢિયાતે તેનો પ્રતાપ જ ઉદ્યત કરતો હતો. વનમાં રહેલા તાપસ તેના શત્રુરાજાઓનું આતિથ્ય કરી પુણ્ય પ્રાપ્ત થવાથી પ્રસન્ન થઈને તે રાજાને નિર તર આશીષ આપતા હતા. કપિલ મુનિએ ત્રિગુણાત્મકજ પ્રકૃતિ અંગીકાર કરી છે, પરંતુ આ રાજાએ તો “અસંખ્ય ગુણના આશ્રયવાળી ઘણું “પ્રકૃતિઓ અંગીકાર કરી છે. આ રાજાની કીર્તિ અને પ્રતાપવડે આખું જગત પ્રકાશિત થયેલ છતાં આકાશમાં જે ચંદ્ર અને સૂર્ય ઉદય પામે છે, તે તે માત્ર જોતિષશાસ્ત્રના જ્ઞાનને માટે જ જણાય છે. 1 ચોતરફ સેતુબંધવાળું ક્ષેત્ર. 2 શસ્પર્ધાન્યની લક્ષ્મી, પક્ષે શસ્યવખાણવા લાયક લક્ષ્મી. 3 સુવર્ણ–સારા વણવાળી-ઉજવળ, ફલ–મહેર શાલી–ડાંગર. પક્ષે સુવર્ણના કળશના શ્રેણિ. 4 અતિથિસત્કાર. 5 આ રાજાના ભયથી તેના શત્રુરાજાઓ નિરંતર વનમાં રહેતા હતા, તેમનું વનવાસી તાપસે આગતા સ્વાગત અને ખાનપાન વિગેરેથી આતિથ્ય કરતા હતા, તેથી નાપસને દાનપુણ્ય ઉપાર્જન થતું હતું. 6 સવગુણ, રજોગુણ અને તમોગુણ સ્વરૂપવાળી 7 સંસારનું કારણ માયા કહેવાય છે તે. 8 શૌર્ય, ઓદાર્થ વિગેરે. 9 સ્વભાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust