________________ કથા પ્રારંભ. (7) છએ દ્વીપને જીતી લીધા છે, તેથી વિશ્વની રચના કરનાર વિધાતાએ તે દ્વીપમાં છ વર્ષધર પર્વતમય છે રેખાઓ કરી હોય તેમ જણાય છે. પ્રશસ્ત પુણ્ય લક્ષમીવાળા આ દ્વીપની રક્ષાને માટે વિધાતાએ જગતરૂપી કિલ્લો કરી તેની ફરતી લવણસમુદ્રરૂપી ખાઈ કરેલી છે. ખરેખર આ દ્વીપ જ નથી પરંતુ લવણસમુદ્રમાં પ્રતિબિંબિત થયેલું સ્વર્ગ જ છે, અન્યથા આવી લક્ષમી ક્યાંથી હોય ? તે જંબુદ્વીપમાં પુણ્યની સંપત્તિએ કરીને પવિત્ર એવું ભરત ' નામે ક્ષેત્ર રહેલું છે. તે ભરતક્ષેત્રે આપત્તિભરતક્ષેત્ર. ઓને દૂર કરવા માટે વૈતાઢ્ય પર્વતરૂપી દંડને ધારણ કર્યો છે. તેમાં રહેલા સર્વ ખંડની લક્ષમી એક બીજા સાથે મિશ્રિત થવાથી તેમને પરસ્પર કલહ ઉત્પન્ન ન થાઓ એવા હેતુથી વિધાતાએ તેમની વચ્ચે ગંગા, સિંધુ અને વૈતાઢ્યરૂપી ભીંતો કરેલી છે. તે ભારતના દક્ષિણ બાજુના મધ્ય ખંડમાં જ અરિહંતો વિગેરે ઉત્તમ પુરૂષના જન્મ થાય છે, તેથી વિધાતાએ ચૈત્યની શ્રેણિરૂપી પુષ્પમાળાઓ વડે તેની જ પૂજા કરી છે. તે ભરતક્ષેત્રને મહાવિદેહ અને ઐરવતની સાથે પ્રીતિ હોવાથી તે પુણ્યલક્ષમીનો વિભાગ કરવા માટે સૂર્ય અને ચંદ્રરૂપી દૂતો પાસે તે મહાવિદેહ અને ઐરાવતને વિષે ગમન આગમન કરાવે છે. તે ભરતક્ષેત્રના મધ્ય ખંડને નિંદ્ર વિગેરે ત્રેસઠ શલાકા પુરૂષે પોતાના જન્માદિકે કરીને પવિત્ર કરે છે. તે મધ્ય ખંડને વિષે રતિવર્ધન નામનું મનોહર નગર છે. તે ધર્મ, અર્થ અને કામની લક્ષ્મીએ કરીને પોતાનું સાર્થક નામ ધારણ કરે છે. તે નગ રમાં રહેલા ચના શિખર ઉપર ફાટિક 1 લૌકિક શાસ્ત્રમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ કહેવામાં આવે છે. તે અપેક્ષાએ આ વર્ણન જાણવું. 2 ચૂળ હિમવંત, મહાહિમવંત, નિષધ, રૂપી, શિખરી ને નીલવંત–એ છ પર્વત છે. 3 ભરતક્ષેત્રમાં પૂર્વ પશ્ચિમ લાંબા વૈતાઢય પર્વત રહેલો છે, તેનાથી તેના ઉત્તર અને દક્ષિણ એવા બે વિભાગ થાય છે, તે બન્ને વિભાગમાં ઉત્તર દક્ષિણ લાંબી ગંગા અને સિંધુ એ બે નદીઓ વહે છે, તેથી બન્નેના ત્રણ ત્રણ વિભાગ થવાથી ભરતક્ષેત્રના છ ખંડ છે. નગર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust