________________ ( ર૦૦ ) જયાનંદ કેવળા ચરિત્ર પામી સુખે કરીને ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી. એવી રીતે તે નગરમાં અમિત લક્ષમી ઉપાર્જન કરીને ભાગ્યવડે દુર્દશાનો પરાજય કરી ત્યાંના રાજાને વશ કરી તેણે ધર્મની પણ ઉન્નતિ કરી. - એકદા પિતાદિકના બેલાવવાથી તે ગુણધર સાર્થપતિ રાજાની રજા લઈ પ્રથમ પિતાના સર્વ સાર્થને વિદાય કરી પાછળથી પોતે પણ ચાલ્યું. અશ્વપર આરૂઢ થઈ વેગથી માર્ગમાં જતો અનુક્રમે ગામ, આકર, પુર અને અરણ્ય વિગેરેને ઓળંગતો એકદા પ્રાત:કાળે કેઈ નગરથી નીકળી અત્યંત દૂર આવેલા અને મોટા વિસ્તારવાળા આનંદી નામના વનમાં તે વેગથી ચાલ્યા જતો હતો. તેવામાં અશ્વપર આરૂઢ થયેલા તેણે માર્ગમાં કોઈ સુંદર દેવીના કાનમાંથી પડી ગયાં હોય એવાં બે મણિમય મનોહર કુંડળ પડેલાં જોયાં. તેજવડે દેદીપ્યમાન એવા તે ઉત્તમ કુંડળને જોઈને પણ તેણે તે વખતે સૂર્યના આલેકથી (પ્રકાશથી) જેમ દષ્ટિને પાછી ફેરવી લે તેમ પિતાની દષ્ટિ ખેંચી લીધી. અનુક્રમે આગળ જતાં તેણે સન્મુખ પડેલો મણિઓથી શોભતો એક ઉત્તમ હાર અને ત્યારપછી મણિ, રત અને સુવર્ણના સમૂહવડે ભરેલે સંપૂર્ણ કુંભ પણ છે. તે પણ તેણે ગ્રહણ કરેલા વ્રતની દઢ શ્રદ્ધાને મનમાં વિચારી નિઃસ્પૃહીઓમાં અગ્રેસર એવા તેણે તે હારને દેરાની માળા જેવો અને તે કુંભને પથ્થરથી ભરેલા નિધિ જે જાણે તેમને ત્યાગ કર્યો, અર્થાત તે વસ્તુઓ ગ્રહણ કરી નહીં. તેણે વિચાર કર્યો કે - “આ શું? આ ત્રણ વસ્તુ મારી સન્મુખ કેમ આવી ? એ જાણવાની ઈચ્છા થાય છે, પણ એવા વિચારથી શું ફળ છે? કાંઈ જ નહીં.” પછી વિસ્મયવડે વિકસ્વર મનવાળા તેણે માર્ગમાં જતા વેગવાળા પોતાના અશ્વને અકસ્માત થાકી ગયેલ જે; એટલે તરતજ તે અશ્વપરથી નીચે ઉતરી ગયે. પછી જેટલામાં તે સંબંધી તે ચિંતાતુર થાય છે, તેટલામાં તે અશ્વને પ્રાણ રહિત થઈ ગયો હોય તે તેણે જોયે. તેથી કાંતિ રહિત મુખવાળો અને બેદથી વ્યાપ્ત થયેલે તે મનમાં વિચાર કરવા લાગે કે-“શું આ અશ્વ તૃષાદિકની પીડાથી મૂછિત થયો છે કે ખરેખર મરણજ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust