________________ આઠમે સગ. (19) વાળાના મધ્યમાં ચંદ્રની જેમ મુખ્ય થાય છે, અને તેઓ સર્વને ઉપકાર કરવામાં જેમની જીંદગી ઉદ્યમવંત છે એવા મનુષ્યમાં ઉન્નત મેઘની જેમ અગ્રેસર થાય છે. આ પ્રમાણે ત્રીજા અણુવ્રતને પાળવાથી થતા શુભ ફળને સાંભળી તું ચિરકાળ સુધી આ વ્રત સમ્યક્ પ્રકારે પાળ.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી તેને " તરં” (કબુલ) એમ કહી માયારહિતપણે તેમનું વચન અંગીકાર કરી ગુરૂને વંદના કરીને તે વ્રતના પરિણામથી વાસિત થઈ પરિવાર સહિત પિતાને ઘેર ગયો. પછી પરસ્પર બાધા ન થાય તેમ ધર્માદિક ત્રણે પુરૂષાર્થને સફળ કરીને એકદા તે ગુણધર પિતાની પાસે અક્ષમ્ય લક્ષમી છતાં પણ પિતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે માતા, પિતા, પ્રિયાઓ અને સર્વ સ્વજનની રજા લઈ લાભ આપનારાં અને ગણિત કરિયાણું ગ્રહણ કરી દૂર દેશાંતરમાં ગયે. ત્યાં પૃથ્વીપ્રતિષ્ઠિત નામના નગરમાં જઈ ત્યાંના રાજાને ભેટવડે પ્રસન્ન કરી તેની અનુજ્ઞાથી નગરમાં ભાડે મકાન લઈ તેમાં કરિયાણું ભરી પરિવાર સહિત રહ્યો, અને ત્યાં પણ હમેશાં દેવ અને ગુરૂની પૂજા કરતે ધર્મમાં જ તત્પર રહેવા લાગે. વળી તે ગુણધર અનેક વણિક પત્રને મધુર વાણી વડે લમીના પાત્રરૂપ કરવા લાગે. ઘણા ની સાથે મિત્રાઈ કરી તેમને ધર્મોપદેશવડે પવિત્ર કરવા લાગ્યા અને પોતે અનેક પ્રકારનાં વેપાર કરતે સતે તેઓને પણ વેપાર કરાવવા લાગે. વેપારમાં પણ શુદ્ધિવડે જ ધમી મનુષ્યનું જીવિત શુદ્ધ રહે છે, તેથી તે વ્યાપાર સંબંધી શુદ્ધિ પણું ગૃહસ્થીઓને ત્રીજા વ્રતના અતિચારે વજેવાપૂર્વક પ્રયત્નવડે સાધવા લાયક છે. ન્યૂનાધિક તેલા કે માપા કરવા 1, ચેરે આણેલી વસ્તુ ગ્રહણ કરવી 2, બનાવટી વસ્તુ કરી તેને સાચી વસ્તુની જેમ વેચવી 3, ચેરને ચોરી કરવાની અનુજ્ઞા અથવા સહાય આપવી, 4 અને શત્રુરાજાના રાજ્યમાં પોતાના રાજ્યની મનાઈ છતાં વ્યાપાર કરવા જવું 5. ત્રીજા વ્રતના આ પાંચ અતિચારો છે. તે દરેકે વર્જવા. આ પ્રમાણે કરતા તે ગુણધરે પૂર્ણ પ્રખ્યાતિ અને માહાસ્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust