SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ - આઠમો સર્ગ. (17) મુખ્ય, સર્વજનને માન્ય કુશળ અને નામ તથા અર્થ બન્ને વડે ધનપતિ નામે સાથે વાહ રહેતો હતો. તેને પ્રાણથી પણ અધિક પ્રિય અને શીળવાળી પ્રીતિમતી નામની પ્રિયા હતી. તેમને સાર્થક નામવાળા ગુણધર નામે પુત્ર થયે હતો. ચંદ્ર જેવા મનોહર તે ગુણધરને હેતેર નિર્મળ કળાઓ અને ગુરૂ (બૃહસ્પતિ ની જેમ સર્વ મનહર વિદ્યાઓ સ્કુરાયમાન થયેલી હતી. કેમે કરીને તે યુવાવસ્થાને પાયે, ત્યારે પિતાએ તેને તત્કાળ મહોત્સવ વડે મહે જેની ઉત્તમ ગુણવાળી અને ભાગ્યશાળી કન્યાઓ પરણાવી. તે પ્રિયાએવડે ચોતરફથી (સંપૂર્ણ રીતે) સેવા તે ગુણધર સ્વ છાથી તેઓની સાથે સુખભેગ ભેગવવા લાગે અને નિરંતર લક્ષમી પણ ઉપાર્જન કરવા લાગ્યા. * એકદા નિર્મળ બુદ્ધિવાળો તે ગુણધર ક્રીડા કરવા માટે મિત્રાદિકના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. ત્યાં સ્વચ્છ હૃદયવાળા, ચાર જ્ઞાનવડે શોભતાવિશદ નામના ચારણશ્રમણ એવા આચાર્યને તેણે સદભાગ્યના યોગે જોયા એટલે તત્કાળ તેમની પાસે જઈ આદરથી તેમને નમસ્કાર કર્યા. ત્યારે સૂરિમહારાજાએ તેને ધર્મલાભની આશિષ આપી તથા તેને ભદ્રક જાણી દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ દેશથી અને સર્વથી પાળવા માટે વિસ્તાર સહિત વિવિધ દાતેવર્ડ ફળ દેખાડવા પૂર્વક સમજાવ્યા. ધર્મના રહસ્યભૂત તેમની ધર્મદેશનાને સમ્યફ શ્રદ્ધાપૂર્વક બુદ્ધિસહિત વિચાર કરીને તેણે પોતાના હૃદયમાં સ્થાપના કરી. ત્યારપછી તેણે સમક્તિ સહિત પોતાની રૂચિ પ્રમાણે વ્રત તથા ઉચિત એવા અભક્ષ્ય અને અનંતકાયાદિકના નિયમે ગ્રહણ કર્યા. તે વ્રતોમાં પણ અદત્તાદાનના ત્યાગરૂપ વ્રતમાં તેની ઘણી રૂચિ થવાથી તે વ્રતને તેણે વિશેષ કરીને ગ્રહણ કર્યું. તે વ્રતને વિશેષે જાણવાની ઈચ્છાથી તેણે ગુરૂ પ્રત્યે તેનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે ગુરૂ બોલ્યા કે-“હે વત્સ ! ત્રીજા આણવ્રતનું સ્વરૂપ તું સાંભળ બીજાની મણિ જેવી ઉત્તમ કે તૃણ જેવી તુચ્છ વસ્તુ પણ તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy