SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ (16) જ્યાનંદ કેવળી ચરિત્ર. તમાં કદાપિ ચિંતા ઉત્પન્ન થઈ નહીં; કારણ કે સત્પરૂનું પુણ્ય જ સર્વત્ર પિતા, ભ્રાતા અને મિત્ર સમાન હોય છે. લક્ષમી અને સુપુત્ર રૂપ સંતતિનું ઉપાધિ રહિત સુખ, યશ, કીતિ અને મહત્વાદિક લક્ષ્મી પુજને સર્વથી અધિક પ્રાપ્ત થયું. એકદા રાત્રિના છેલ્લા પહેરે ધર્મધ્યાનમાં લીન થયેલા લક્ષમીપુજના ચિત્તમાં વિચાર થયો કે “જન્મના પ્રથમ દિવસથી જ આરંભીને પાપી જનોને દુર્લભ એવી સાક્ષાત્ અક્ષમ્ય લકમી મને આ જન્મમાં શાથી પ્રાપ્ત થઈ હશે ?" આ પ્રમાણે તેને વિચાર થયે તે જ વખતે જ્ઞાનીની જેમ સંશયને નાશ કરવામાં નિપુણ એ કોઈ દીવ્ય દેહધારી પુરૂષ તેની પાસે પ્રગટ થયું. તેને જોઈ તે વિચારવા લાગ્યું કે શું આ કોઈ દેવર્ષિ પ્રાપ્ત થયા છે? કે દેવ, દાનવ કે અન્ય રૂપે રહેલો કે ગદ્ર કે વિદ્યાધર છે ? ગમે તે હોય, પરંતુ તેજસ્વી, સુંદર આકૃતિવાળો, ઉદાર અને સગુણ આ પુરૂષ જણાય છે. વળી પિતાને ઘેર આ વેલે તો શત્રુ પણ પુરૂષને પૂજ્ય છે એમ પંડિતેનો મત છે, તે આ પૂજ્ય હોય તેમાં શું કહેવું? મણિના ગુણ જાણ્યા ન હોય તોપણ શું તે પૂજ્યનથી?” આ પ્રમાણે ક્ષણવાર વિચારી વિનયથી હાથ જોડી તેને નમસ્કાર કરી તે બોલ્યો કે “હે મહાપુરૂષ! તમે કેણુ છે? તમારે અહીં આવવાનું શું પ્રજન છે? અને ક્યાંથી આવ્યા છો ?" આવી વિનયયુક્ત તેની વાણી સાંભળીને હર્ષ પામેલા તે પુરૂષે તેને સામે નમસ્કાર કરીને કહ્યું કે “હું સુરંગ નામને દેવ પૂર્વજન્મમાં બંધાયેલા તારી સાથેના સ્નેહરૂપી રજુવડે આકર્ષણ કરાયેલો છું, તેથી મારા સ્થાનથી હર્ષવડે અહીં આવ્યો છું. તારા ચિત્તમાં જે સંશય શંકુની જેમ તને દુ:ખ કરે છે, તેને દૂર કરવા મારૂં વચન તને આજે વૈદ્ય જેવું હિતકારક લાગશે, તેથી તું સાવધાન થઈને મારું વચન સાંભળ: આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્ધમાં મધ્યખંડને વિષે મણિ પૂર નામનું નગર છે. તેમાં પહેલાં શત્રુઓને યમરાજ જેવો શ્રીપાળ : નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં સર્વથી ધન્ય, દાતારેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy