________________ શ્રી જયાનંદ કેવળી ચારત્ર. વત આદિકની લબ્ધિઓ સિવાય બીજી કેટલીક આષધિ આદિક લબ્ધિઓને પણ પામે છે, પરંતુ તેઓ સર્વે ( અભવ્ય હોવાથી) ગોચરને વિષે ગાયોની જેમ આ અનાદિ અનંત સંસારને વિષે ચિરકાળ સુધી ભમ્યા છે, ભમશે અને ભમે છે અને તેને અનંત પુદ્દગળપરાવર્ત સુધી પોતે કરેલા દુષ્કૃત્યોએ કરીને મનુષ્ય, તિય અને નારકીને વિષે નિરંતર દુઃખ સહન કરે છે અને કરશે. ' વળી જે અજ્ઞાની ધર્મની બુદ્ધિથી છેટી ક્રિયાને પણ કરે છે, તે ભવ્ય ( દુર્ભ ) એક પુદ્ગલ પરાવર્તની દુર્ભવ્ય, અંદર ( માર્ગપતીત હોવાથી ) મેક્ષ પામનારા કહ્યા છે. તે વિષે કહ્યું છે કે –“જે મનુષ્ય અક્રિયાવાદી છે, તે ભવ્ય પણ હોય છે અને અભિવ્ય પણ હોય છે, પરંતુ તે અવશ્ય કૃષ્ણપાક્ષિક હોય છે, અને જે મનુષ્ય ક્રિયાવાદી છે, તે અવશ્ય ભવ્ય જ હોય છે તથા શુકલપાક્ષિક હોય છે. તે એક પુદ્ગલપરાવર્તની અંદર સિદ્ધિપદને પામે છે, તે સમકિતદષ્ટિ પણે હોય છે અથવા મિથ્યાદષ્ટિ પણ હોય છે.” આ પ્રમાણે શ્રીદશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં શ્રાવકની પ્રતિમાના અધિકારને વિષે કહેલું છે. હવે જે (ભ ) એક મુહૂર્ત પણ સમકિતનો સ્પર્શ કરે છે, સમકિત પામે છે તેઓ અ પુદ્ગલપરાવર્તની અંદર સિદ્ધિપદને પામે છે. આ સર્વે ( દુર્ભ અને ભવ્ય ) દષ્ટ અને અદષ્ટ સુખને વિષે પણ પૃહાવાળા અને તે ( સુખ મેળવવા) નો ઉપાય કરવાના અથીઓ હોય છે, તેથી તેઓ વિધિ પ્રમાણે ધર્મોપદેશને લાયક છે. કેટલાક ભવ્ય જીવો પણ સામગ્રી નહીં પામવાથી સિદ્ધિપદને પામતા જ નથી. જેઓ સિદ્ધિપદને પામે છે, - ભા. તેઓ પણ આ સર્વ સામગ્રીને મેળવીને જ મેક્ષ પામે છે. તે સામગ્રી મનુષ્ય ભવ, આર્યક્ષેત્ર, ધર્મશ્રવણ અને તે પર શ્રદ્ધા વિગેરે લક્ષણવાળી (દશ પ્રકારની) છે. તેમાં પણ ધર્મ શ્રદ્ધા અતિ દુર્લભ છે. પ્રાયે કરીને કેઈ પણ પ્રાણી ગુરૂના ઉપદેશ વિના ધર્મને જાણી શકતો નથી, અને ધર્મ હવે જે છે તે અઈ પુ ) 24 માં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust