________________ (17) જયાનંદ કેવળી ચરિત્ર, વૈરાગ્યથી પરિત્રાજિકા થઈ. હવે તેની જે નાની બેન હતી તે અનિશ નામના બ્રાહ્મણને પરણી. તે છ માસમાં જ વિધવા થઈ. “દેવને ઓળંગવા કેણુ સમર્થ છે?” એકદા અત્યંત રૂપવાળી તેને જોઈ તેના પર રાગી થયેલા એક હરિદત્ત નામના યુવાન પુરૂષે તેણીની પ્રાર્થના કરી, તે પણ શીળવ્રતને લેપ થવાના ભયથી તેણીએ તેને ઈચ્છયો નહીં; કેમકે ધૂત પાખંડીના વચનથી મૂઢ થયેલી તે ભેગાંતરાયથી ઉત્પન્ન થતાં પાપને જાણતી જ નહોતી. એકદા તેણીએ મોટી બેનને જોઈ તેણીની પાસે પરિત્રજ્યા માગી. ત્યારે તેણીએ કહ્યું કે-“પુત્ર વિનાની સ્ત્રી તપ કરવાને યોગ્ય નથી.” એમ કહી વાર્યા છતાં પણ સ્વર્ગ મેળવવાની ઈચ્છાથી તેણીએ પરિવ્રજ્યા ગ્રહણ કરી. ત્યાં પણ સ્થાને સ્થાને તેણના રૂપથી મેહ પામેલા યુવાન પુરૂષાએ ચિરકાળ સુધી પ્રાર્થના કર્યા છતાં પણ ભાગ્યથી પ્રાપ્ત થયેલા ભેગેને તેણીએ કદાગ્રહને લીધે ઈચ્છયા નહીં. આ પ્રમાણે કેટલેક કાળ તપ કરી પોતાના આયુષ્યને ક્ષયે મરીને તે આ કુતરી થઈ છે. હું તેની મોટી બહેન છું. અહીં મને જઈ તેણીને પૂર્વભવનું સ્મરણ થયું છે, તેથી મનુષ્ય ભવને હારી ભેગાંતરાયથી ઉત્પન્ન થયેલા કર્મનો શેક કરતી આ નિરંતર મારા પગમાં પડીને દુ:ખથી રે છે. તેથી હે સુંદરી ! કદાચ તને પણ કઈ યુવાન પ્રાર્થના કરે તો શાસ્ત્રમાં નિષેધ કરેલા ભેગોતરાયને તું કરીશ નહીં.” - આ પ્રમાણે તે કપટી પરિત્રાજિકાનાં કલ્પિત વચને સાંભળી તે નંદિની તત્કાળ ધર્મથી ચલાયમાન થઈ. “સ્ત્રીઓનું સત્વ કેટલુંક હોય?” તેણુએ વિચાર કર્યો કે–“દુઃખે કરીને પાળી શકાય એવું શીળ પાળતાં છતાં પણ જે તે કુતરી થઈ, તે મારી શી ગતિ થશે? કેમકે જે જ્ઞાનથી જાણ્યું હોય તે મિથ્યા ન હોય. વળી તપ અને શીળ વિગેરે પાળતાં આ ભવમાં પણ ઘણું દુઃખ છે, અને પરલોકમાં પણ જે આવી જ ગતિ થતી હોય તે શામાટે ભોગ ન ભેગવવા?” આમ વિચારી શંકારૂપી શલ્યવાળી તે નંદિની પોતાને ઘેર ગઈ. તેણની આકૃતિ વિગેરેવડે તેણુનું ચિત્ત જાણુને પરિત્રાજિકાએ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust