________________ - આઠમો સર્ગ. . (16) " वरं प्रविष्टं ज्वलितं हुताशनं, न चापि भग्नं चिरसंचितं व्रतम् / वरं हि मृत्युः सुविशुद्धकर्मणां, न चापि शीलस्खलितस्य जीवितम्। બળતા અગ્નિમાં પ્રવેશ કરવો સારે, પરંતુ ચિરકાળનું મેળવેલું વ્રત ભાંગવું સારું નહીં, અત્યંત વિશુદ્ધ પ્રવૃત્તિવાળાનું. મરણ થાય તે સારું, પરંતુ શિયળથી ભ્રષ્ટ થયેલાનું જીવિત સારું નહીં.”, એવી રીતે કામશાસ્ત્રની ક્રિયા કરવાથી (કામ સેવવાથી) કાંઈ નરકનું નિવારણ થતું નથી. શીલને વિનાશ કરવાથી જીવોનો અવશ્ય નરક પાતજ થાય છે. આ પ્રમાણે તેણીનાં વચનથી પરાભવ પામેલી સાવિત્રી મૌન ધારી જતી રહી. ત્યારપછી પણ બે ત્રણવાર એજ રીતે તે બન્નેને વાતચિત થઈ. તેમાં પણ સાવિત્રી જ હારી. તેથી “મારાથી આ કાર્ય સિદ્ધ થાય તેમ નથી” એમ ધારી તથા નંદિની પરિત્રાજિકાને આધીન છે એમ જાણી સાવિત્રી તે પરિ. ત્રાજિકાની સેવા કરવા લાગી. કેટલેક કાળે પરિત્રાજિકાએ તુષ્ટમાન થઈ તેણીને કાર્ય પૂછયું, ત્યારે મેહથી ઘેલી થયેલી તેણીએ કહ્યું કે-“હે માતા ! નંદિની મારા પુત્રને પતિ તરીકે અંગીકાર કરે તેવું કરો.” તે સાંભળી પરિત્રાજિકાએ તેની માગણી અંગીકાર કરીને તેને વિદાય કરી. પછી તે પરિવારિકાએ એક કુતરી પોતાને વશ કરી તેને પ્રણામાદિક ઈષ્ટ ચેષ્ટાઓ સ્પષ્ટ રીતે શીખવી. એકદા નંદિનીને પોતાની પાસે આવવાનો સમય થયો તે વખતે પરિવ્રાજિકાએ તે કુતરીની આંખમાં ઔષધ નાંખી તેને અશ્રુ સહિત બનાવી પોતાના પગમાં પાડી (નમસ્કાર કરાવ્યા). નંદિનીએ તેને તેવા પ્રકારની જે પરિવારિકાને પૂછયું કે-“ આ કુતરી કેમ રૂએ છે?” ત્યારે તપસ્વિની બોલી કે-“હે વત્સ! મારી અને આની કથા તું સાંભળ. - પૃથ્વીપુર નામના નગરમાં દત્ત નામના બ્રાહ્મણને બે પુત્રીઓ હતી. તેમાં પહેલી અગ્નિદત્ત નામના બ્રાહ્મણને પરણી. તેનાથી તેણીને ત્રણ પુત્રો થયા પછી અગ્નિદત્ત મરણ પામે, ત્યારે તે રર '' ' . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust