________________ સાતમો સર્ગ. (147) આશાતના કરે છે અને તત્વને જાણતા નથી. હે ભદ્ર! તું નિષ્ફળ તપ ન કર. હમણાંતો મારા પ્રભાવથી સજ થયેલા પર્યકપર આરૂઢ થઈને પ્રથમની જેમ તું તારા આશ્રમમાં પાછો જા. ત્યાં એક માસને અંતે એક તત્ત્વજ્ઞાની આવીને તને મનુષ્ય રૂપે કરશે, અને તેની પાસેથી તત્ત્વ જાણી તારી કન્યા તું :તેને આપજે. " આ પ્રમાણે તેના કહેવાથી હું તે જ રીતે અહીં આવ્યા. ત્યારપછીની સર્વ વાત તમે જાણે જ છો.” આ પ્રમાણે કુળપતિને વૃત્તાંત સાંભળી કુમાર તથા સર્વ તાપસ આશ્ચર્ય પામ્યા. ત્યારપછી હર્ષથી તાપસીઓના ગીતરૂપ મંગળપૂર્વક ઉત્સવ કરીને તે સર્વ તાપસોએ એકઠા થઈ કુમારને ધર્મ પૂછે. ત્યારે તેણે વિસ્તારથી સર્વવિરતિ અને દેશવિરતિરૂપ બે પ્રકારને આહત ધર્મ કહ્યો. તે સાંભળી પ્રતિબોધ પામેલા તેઓએ સમકિતપૂર્વક અણુવ્રતાદિક ધર્મ અંગીકાર કર્યો. - ત્યારપછી કુળપતિએ કુમારને કહ્યું કે–“હે કુમાર ! તે દેવે તને મારી પુત્રીનો પતિ થવાનું કહેલ છે, તેથી તું તેણીને શિધ્રપણે પરણ.” તેના જવાબમાં કુમાર કાંઈ પણ બોલ્યા નહીં, તેટલામાં આકાશમાંથી તેના મસ્તકપર પુષ્પવૃષ્ટિ થઈ. તે જોઈ આશ્ચર્ય પામેલા તાપસ નિપુણતાથી ઉંચે જોવા લાગ્યા. તેવામાં ગિરિચડ દેવ પ્રગટ થઈ છે કે–“હે તાપસ ! તે પર્વત પર રહેલા જ્ઞાની મુનિને મેં પૂછ્યું કે–આ કુળપતિ શી રીતે વ્યાધ્રરૂપ તજીને મનુષ્ય થશે ? " ત્યારે તેણે કહ્યું કે તત્ત્વજ્ઞાનીના સમાગમથી તે મનુષ્ય થશે.” મેં ફરીને તે જ્ઞાનીને પૂછયું કે - તે તત્ત્વજ્ઞાનીને મારે શી રીતે ઓળખવા?” તેણે ઉત્તર આપ્યો કે—કોલ (કુંડ) ના સ્વરૂપને ધારણ કરેલા તને જે રાજપુત્ર જીતે તેને તારે તત્વજ્ઞાની જાણવો.” ત્યારપછી કેલનું રૂપ ધારણ કરી અનેક રાજધાનીઓમાં જઈ ઉદ્યાનોને ભાંગતો ભમવા લાગે, પણ કોઈએ મને જ નહીં, છેવટ હું હમપુર નગરમાં ગયો. ત્યાં હું રાજાના ઉદ્યાનને ભાગવા લાગ્યા. તે વખતે સો રાજપુત્રે મારી સાથે લડવા આવ્યા, તે સર્વને મેં નસાડી મૂક્યા, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust