________________ (146) જયાનંદ કેવળા ચરિત્ર અને મને મનુષ્યપણું પમાડે. " મુનિ બોલ્યા કે–આ બાબતમાં મેં સંકલ્પ ( વિચારો માત્ર પણ કર્યો નથી, પરંતુ આ દેવે કઈ પણ કારણથી ક્રોધ વડે આ પ્રમાણે કર્યું છે. " પછી જ્યારે દેવ નાટક કરી રહ્યો ત્યારે સમય જોઈને ફરીથી મેં મુનિને પૂછયું કે–“આ દેવ કોણ છે? અને શા માટે મારા પર તેણે કેપ કર્યો છે ?" ત્યારે દયાના સારવાળા મુનિ તે દેવનું વૃત્તાંત કહેતાં બોલ્યા કે–“મેં વિદ્યાધરના ઐશ્વર્યનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. પછી અનુકમે સિદ્ધાંતનો અભ્યાસ કરી બાહ્ય અને આત્યંતર બે પ્રકારને તપ કરતો હું ગુરૂની આજ્ઞાથી ભવ્ય પ્રાણીઓને બંધ કરતો એકલે વિચરવા લાગ્યો. એકદા આકાશમાગે જતા મેં આ જ પર્વતના શિખર ઉપર સિંહથી હણાતા એક હાથીને જે. તે જોઈ દયા ઉત્પન્ન થવાથી શીધ્ર હું આકાશમાંથી અહીં નીચે ઉતર્યો, એટલે મારા તપના પ્રભાવથી સિહ નાશી ગયો. પરંતુ હાથી અસ્વસ્થ અવસ્થામાં હતો, તેથી મેં તેને સર્વ જીવની સાથે ક્ષામણું તથા સર્વ પાપનું વોસિરાવવું વિગેરે કરાવી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્ર સંભળાવ્યો. તે પંચ પરમેષ્ટી મંત્રના પ્રભાવથી શુભ ધ્યાનવડે મરણ પામી સૌધર્મ નામના પહેલા દેવલેકમાં મણિચૂડ નામને ઉત્તમ દેવ થયે. ઉત્પત્તિ સમયે દેવને જય જય શબ્દ સાંભળી તેણે “પૂર્વે શું પુણ્ય કર્યું હતું?” તેનો વિચાર કર્યો, એટલે અવધિજ્ઞાનથી મારે કરેલો ઉપકાર જાણું તત્કાળ શરીરની કાંતિવડે દિશાઓને પ્રકાશિત કરતો ભક્તિથી અહીં આવ્યો, અને શિલાપર ધ્યાનમાં રહેલા મને નમસ્કાર કરી પિતાનો વૃત્તાંત જણાવી હર્ષથી મારી પાસે નૃત્ય કરવા લાગ્યા. તેવામાં પર્યકની છાયા જોઈ તને મારા મસ્તક પર ચાલતો જાણું આશાતનાથી ક્રોધ પામી તેણે શાપ આપી તને આ દશાએ પમાડ્યો છે.” આ પ્રમાણે મુનિની વાણી સાંભળી વિનયથી તે દેવને નમસ્કાર કરી અથુ મૂકતા મેં દીન વચનવડે તેની પાસે શાપથી મુક્ત થવાપણું માગ્યું. ત્યારે કૃપાથી તે દેવે કહ્યું કે–“હે મૂઢ ! રાજ્યભેગનો ત્યાગ કરીને વ્રત લીધા છતાં પણ તું મુનિની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust