________________ સાતમો સર્ગ. (131) હવે તે ઘેર પાછા જવું તેજ એગ્ય છે.” આ પ્રમાણે વિચારી તેણે તે પ્રમાણે કરવા માટે સાસરા વિગેરેની રજા માંગી. ત્યારે સમયને જાણુનારા તેઓએ કહ્યું કે–“આને સારી થયેલી જાણુને શીધ્ર તમે ફરીથી આવજે.” એમ કહી તેને જવાની સંમતિ આપી ત્યારપછી તે ત્યાંથી ચાલી કેટલેક દિવસે પોતાના નગરમાં આવ્યું, અને સ્વજને પાસે તેણના નહીં આવવાના કારણમાં તેની માંદગી તેણે જણાવી. તેણીને સતી તથા સ્નેહવાળી જાણવાથી તેણીના ઉપર મેહ પામેલા તેણે તેના સંગમની ઈચ્છાથી કુદેવની બળિ, પૂજા વિગેરે અનેક ઉપાયે કર્યા, ઘણું જેશીઓને તથા શકુન શાસ્ત્ર જાણનારને તે બાબત પૂછી, અને માહામ્યવાળા દેવોની માનતાઓ પણ માની. “તેણીના સંગમની પ્રાપ્તિ થશે” એવું કહેનારને તે હર્ષ પામી ઘણું ધનાદિક આપવા લાગ્યા. “સ્ત્રીઓમાં રકત થયેલા પુરૂષોના વિચારને સમર (કામ) રૂપી ગ્રહ અદશ્ય કરે છે.” - હરિવરને પોતાને નગરે ગયેલે જાણી સુભગા પ્રથમની જેમ સારી થઈ ગઈ. કારણ કે “જે માંદગી પિતાને સ્વાધીન હોય તે લાવવી અથવા કાઢવી સુલભ છે.” સુભગાનું શરીર હવે અત્યંત સારું થયું છે એમ નિર્ણય કરી તેણીના માતાપિતા વિગેરે હર્ષ પામ્યા. પછી કેટલોક કાળ રાહ જોઈ તેઓએ માણસો મોકલી હરિવર જમાઈને બોલાવ્યું. ત્યારે તે પણ હર્ષથી ત્યાં આવ્યો. મૂર્ખ માણસ ભટકયા વિના સીધે થતો જ નથી.” સૂરદત્ત વિગેરેએ તે જમાઈને આગતા સ્વાગત વિગેરે વડે પ્રસન્ન કર્યો. સુભગ પણ તેને જોઈ અત્યંત હર્ષ અને લજજા પામી. કામ અને સ્નેહના ઉપચારવડે તેણીએ તેની એવી સેવા બજાવી કે જેથી તે તેણુને અત્યંત વશ થઈ ગયે. “સ્ત્રીઓ આખા જગતને વશ કરી શકે છે.” પછી એકદા સમય જોઈ સુભગાએ એકાંતમાં પતિને કહ્યું કે-“હેપ્રિય! અહીંથી ચાલતી વખતે તમારે મારા પિતાની પાસે મધુકંઠને સહાય તરીકે માગી લે. કારણ કે તે સર્વ માર્ગને જાણકાર, શક્તિમાન અને સ્વામીને વિષે ભકિતમાન છે. તે એક ટુંકે માર્ગ જાણે છે, તેથી આપણે જલદીથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust