________________ (130) જયાનંદ કેવળ ચરિત્ર માતાપિતા પણ કુળદેવી વિગેરેની પૂજા, માનતા વિગેરે કરવા માની. તે પણ તેને ગુણ (સારું) કરવા કોઈપણ શકિતમાન થયા નહીં. “દોષનું નિદાન (કારણ જાણ્યા વિના પ્રતિક્રિયાઓ(ઉપાય) શું કરી શકે?” આ સર્વ હકીકતથી વિલખા થયેલા હરિવીરે વિચાર કર્યો કે “સાસરાને ઘેર વધારે વખત રહેવાથી મને લજજા આવે છે, અને અહીં લાંબો વખત રહીશ તે સાળા વિગેરે પણ મારી હાંસી કરશે, મારું હૃદય ગમે તેટલું કઠણ હોય તો પણ અતિ રૂપવાળી, સતી (પતિવ્રતા), નેહવાળી અને મારા ચિત્તને અનુસરનારી આ પ્રિયાને આવી દશામાં પડેલી હું શી રીતે જોઈ શકું ? તેમ આવી અવસ્થાવાળીને મારે ઘેર લઈ જાઉં તો પણ ત્યાં મિત્રાદિકમાં મારે શર કે આ રીતે હું લોકમાં મુખ દેખાડવા સમર્થ નથી. આવી આની બે વારની આપત્તિથી લેકમાં મારું કર્મ હાંસીને પાત્ર થયું છે, તે (કર્મ) દેવેને પણ અલંધે છે, તે મારી જેવા પામર પ્રાણીને અલ હોય તેમાં શું આશ્ચર્ય ? કહ્યું છે કે " नमस्यामो देवान् ननु हतविधेस्तेऽपि वशगा, विधिर्वन्धः सोऽपि प्रतिनियतकमैकफलदः। फलं कर्मायत्तं यदि किममरैः किं च विधिना, नमस्तत्कर्मभ्यः प्रभवति न येभ्यो रिपुरपि // " “(અમારૂં સારૂં થવાની આશાથી) અમે દેને નમીએ છીએ. પણ અરે! તેઓ તે અધમ એવા વિધાતાને આધીન છે. ત્યારે વિધાતાને જ વાંધીએ. અરે! તે પણ નિયમિત રીતે કર્મના યથાર્થ ફળને આપી શકે છે. ત્યારે જે કર્મને આધીન ફળ છે તે દેવાથી શું ? અને વિધાતાથી પણ શું તે કર્મને જ અમે નમન કરીએ છીએ, કે જેની પાસે શત્રુ પણ સમર્થ થઈ શકતો નથી.” આમ હોવાથી પિતાના કર્મથીજ આપત્તિને પામેલા મારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust