________________ સાતમો સર્ગ. (15) અત્યંત કોપથી અગ્નિની જેમ જાજવલ્યમાન થયે, અને બેલ્યો કે-“એકવાર ફાળથી ચુક્યા છતાં પણ ચિત્ત શું વાંદરાઓને મારતો નથી અને બીજાથી તપેલે તૃણનો સમૂહ પણ શું લેઢાને બાળતો નથી?” એમ કહી તે ભેગરાજ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યું. “તેજસ્વીની કરેલી અવજ્ઞાને કર્યો તેજસ્વી સહન કરે ? " તે બન્નેને એકસંખ્યા પણ અસંખ્ય યોદ્ધાઓને ભયંકર થયો. તે વખતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા વીરેનું આલસ્ય જાણે ભય પામ્યું હોય તેમ નષ્ટ થઈ ગયું. પછી શૂરવીર શૂરપાળે બાવડે થાકેલા ભેગરાજનું ધનુષ છેદી નાંખ્યું, તેના રથને પણ ઘડાની. જેમ ભાંગી નાંખે, માથાના ટોપને ભેદી નાંખે અને તેની હાંસી કરીને બખ્તર પણ છેદી નાંખ્યું. આ પ્રમાણે થવાથી જેટલામાં. ભેગરાજ ભયના વિસ્તારથી વ્યાકુળ થયો, તેટલામાં સેનાપતિ હરિવીરે તે બન્નેની વચ્ચે પિતાનો રથ લીધે, અને દુર્ધર એ તે શૂરપાળની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે વખતે શૂરપાળે તેને કહ્યું કે-“હે મૂઢ ! બીજાને માટે તું વચ્ચે શું કામ કરે છે?” સેનાપતિએ ઉત્તર આપે કે-“સપુરૂષોને સ્વીકાર્ય કે પરકાર્યને ભેદ હોતો નથી. મરણ થવું તે કાંઈ તારી ઈચ્છાથી થવાનું નથી, પરંતુ દૈવઈચ્છાથી જ થાય છે, તેથી તું યુદ્ધ કર, તેનાથી જ આપણું શુભાશુભ જણાશે.” ત્યારપછી તે બને સ્પર્ધા સહિત યુદ્ધ કરવા લાગ્યા. તેમના બાવડે ચોતરફ આકાશમાં મંડપ થઈ ગયો. તે વખતે સુભટના ભુજાફેટવડે, હાથીઓની ગર્જનાવડે, અશ્વોના હેષિત શબ્દવડે અને ભયંકર રણવાર્જિના ઘોષવડે ચોતરફથી આકાશ કુટી જવા લાગ્યું. સેનાપતિએ એકી વખતે મૂકેલા અને ચોતરફ પ્રસરતા બાવડે શૂરપાળની સેના કે જે ચાર અંગવાળી હતી તે પ્રાયે વિકલાંગ-અંગ રહિત થઈ ગઈ. તે સેનાપતિના શસ્ત્રવડે રથીઓ રથ રહિત થઈને ત્રાસ પામવા લાગ્યા, ઘોડેસ્વારો પિતાનું કલબ (કાયર) પણું કહેવા લાગ્યા અને પત્તિઓ વિપત્તિની સંભાવના કરવા લાગ્યા. આ પ્રમાણે સેનાપતિની સેનાએ * 1 એકની સંખ્યા બીજા પક્ષે અદ્વિતીય સંગ્રામ.. . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust