________________ (124) જયાનંદ કેવળી ચરિત્ર. વડે પણ યુદ્ધ કર્યું. કેટલાકે મુગરવડે શત્રુના રથને પાપડની જેમ ભાંગી નાંખ્યા, કેટલાકે ગદાના પ્રહારવડે પર્વતના શિખરની જેમ હાથીઓને પાડી નાંખ્યા, કેટલાકે અશ્વોના પગ પકડી તેને નાના પથ્થરની જેમ આકાશમાં ઉછાળ્યા, અને કેટલાકે ચોધાઓના પગ પકડી તેમને ચકની જેમ ગોળ ભમાડ્યા. મૂછિત થઈને પડેલા કેટલાક ધાએ ગીધપક્ષીની પાંખના વાયુથી સજજ થઈ જાણે નવા (તાજા) થયા હોય તેમ ફરીથી યુદ્ધ કરવા લાગ્યા. પડી ગયેલા પત્તિ હાથી અને અશ્વના સમૂહવડે તથા ભાંગી ગયેલા રથ અને આયુધવડે રણભૂમિમાં મુશ્કેલીથી ચાલી શકાતું હતું અને નૃત્ય કરતા ભૂત પ્રેતના સમૂહવડે આકાશમાં પણ દેવતાઓ મુશ્કેલીથી ચાલી શકતા હતા. ( આ પ્રમાણે ભયંકર યુદ્ધ થતાં શૂરપાળના વીરસૈનિકે એ શત્રુનું સૈન્ય ભાંગી નાંખ્યું, એટલે તે ભય પામી કાંઈક પાછું હઠયું. તે વખતે ગર્વથી અત્યંત ગર્જના કરતું શૂરપાળનું સૈન્ય આનંદ પામ્યું. તે જોઈ ભેગરાજ પિનાના સુભટોને ધીરજ આપી, મોટા રથ પર આરૂઢ થયે અને અભિમાનરૂપી ધનવાળે, અત્યંત ક્રોધ પામેલે તથા શત્રુના યેધાઓને તૃણ સમાન ગણ તે ભેગરાજ યુદ્ધ કરવા દોડ્યો. તેના અને તેના સુભટના નિરંતર પડતા, મર્મસ્થાનને વીંધનારા, પિતાની સ્વેચ્છાએ ચાલનારા, દુષ્ટ મુખવાળા અને કઠોર રીતે એક સાથે મૂકેલા ઘણું માર્ગણોવડે દેદીપ્યમાન, ઉત્તમ ધર્મને ધારણ કરનાર અને અત્યંત હર્ષથી દાન દેનારા વીરે પણ તત્કાળ ભગ્ન થઈ ગયા. - આ પ્રમાણે પોતાના સુભટને ભગ્ન થયેલા જોઈ અત્યંત માની શૂરપાળ રથમાં બેસી ક્રોધથી યુદ્ધ કરવા આવ્યું, અને તેણે ભેગરાજને કહ્યું કે-“એકવાર તે નાશીને કિલ્લામાં પેસી ગયે હતો, હવે કયાં જઈશ? જેણે બીજા પાસેથી ગરમી પ્રાપ્ત કરી છે તે એવી રીતે કયાંસુધી તપી શકશે?” એમ કહી ભેગરાજને યુદ્ધ કરવા બેલા. એટલે તેની આવી અવજ્ઞા ભરેલી વાણીથી તે :: 1 બાણ તથા વાચક - - - - - - - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust