________________ (100) જયાનંદ કેવળી ચરિત્ર. યમરાજ જ આવ્યો હોય તેમ તે આપના સુભટને પણ ભય પમાડે છે.” તે સાંભળી ક્રોધ પામેલો રાજા તેને હણવા માટે પોતે જવાની ઈચ્છા કરે છે, તે જાણે તેના સો પુત્રોએ વિનય અને યુકિતવડે તેમને જવાને નિષેધ કર્યો, અને પોતે બખ્તર પહેરી હાથી, ઘોડા વિગેરે સૈન્ય સહિત તે ભૂંડની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. જ્યાનંદ કુમારે તે પોતે બળવાન છતાં તે પશુ હોવાથી તેની ઉપેક્ષા કરી. પરંતુ યુદ્ધ કરવાની ઈચ્છા રહિત છતાં પણ કેતુકથી તેમની પાછળ ગયે. રાજકુમારેએ વનમાં તે દુર ભુંડને જોઈ તેને યુદ્ધ કરવા બેલા. એટલે કોપવડે ભયંકર નેત્રવાળે તે ભુંડ તેમની સન્મુખ આવ્યું. તેના ઉપર રાજકુમારોએ એકી વખતે બાણની શ્રેણિને વરસાદ કર્યો. તે બાણોના ઉંચા ચડતા ઉડતા અને નીચે પડતા તે ભુંડે પોતાની દાઢાવડે કકડે કકડા કરી નાંખ્યા, અને તે કુમારના દેખતાં જ તેમના હાથી અને ઘોડાઓને પાડી નાખ્યા. ગદા, મુદ્દગર અને ખાદિકના પ્રહારને પણ નહીં ગણતા તે ભુંડે પોતાના નવડે વીરેનાં હદય પણ વિદારી નાંખ્યાં. ધાએ તે ભુંડને ક્ષણમાં પૃથ્વીપર, ક્ષણમાં આકાશને વિષે, ક્ષણમાં આગળ, ક્ષણમાં મળે અને ક્ષણમાં છેડે યુદ્ધ કરતો જોયો. આ પ્રમાણે તે ભુંડે વ્યાકુળ કરેલા અને ભયથી વિહળ થયેલા તે રાજકુમારનું રક્ષણ કરવા માટે વરમાં મુગટ સમાન શ્રી જયકુમાર તે ભુંડની સન્મુખ દે . પરંતુ તે ભુંડને શસ્ત્ર રહિત અને પૃથ્વી પર રહેલો જોઈ યુદ્ધનીતિને જાણનાર કુમારે અશ્વને ત્યાગ કરી અને કેડ ઉપર બાંધી લઈ તે ભુંડને બોલાવ્યો. એટલે તે ફાળ મારી કુમારના ઉપર પડ્યો, તે વખતે કુમારે એક મુઠી મારીને તેની ડાઢાઓ ભાંગી નાંખી. પણ તે મહા બળવાન ભંડ વારંવાર કુમારની ઉપર ધસવા લાગ્યા, ત્યારે કુમારે તેના પગ પકડી તેને ચકની જેમ ભમાડ્યો, અને પછી તે જોરાવર ભુંડને બલિષ્ઠ કુમારે એ ઉછાબીને દૂર ફેંકયો કે જેથી તે ભયંકર બૂમ પાડતો સાત તાલવૃક્ષ જેટલી દૂર પૃથ્વી પર જઈને પડ્યો. તેના હાડકો અને નખ ભાંગી ગયા અને તે મંદ થઈ ગયે. તેથી તે નાશીને વનમાં પિસી ગ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust