________________ સાતમો સર્ગ. (110) આ રીતે હેમપુર નગરમાં રહી ધર્મકર્મમાંજ કાળને નિર્ગમન કરતો, જયલમીવડે દેદીપ્યમાન અને સર્વ લેકે પૂજાતો તે શ્રેષ્ઠ કુમાર શ્રીવર્ધન નામથી પ્રસિદ્ધ થયે. આ પ્રમાણે શ્રી તપગચ્છના નાચક શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જ્યશ્રીના ચિન્હવાળા શ્રી જ્યાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્ર ત્રને વિષે શ્રી જયાનંદ કુમારે મહાસેન નામના પલ્લી પતિને વિજય કર્યો, ગિરિમાલિની નામની દેવીને પ્રતિબોધ કર્યો, તેની આપેલી બે ઔષધિની પ્રાપ્તિ થઈ, હેમપુર નગરમાં ગમન થયું, ત્યાં સૈભાગ્યમંજરી નામની બીજી પતી સાથે લગ્ન થયાં, રેલણી નામની દેવીને પ્રતિબોધ કર્યો, તેણીએ આપેલી કામિત રૂપ કરનારી મહેષધિની પ્રાપ્તિ થઈ, તથા હેમપ્રભ રાજા વિગેરેને સમકિત પ્રાપ્ત થયું. એ વિગેરેના વર્ણનવાળે આ છઠ્ઠો સર્ગ સમાપ્ત થયે. . अथ सप्तमः सर्गः 7 “હે જિનેશ્વર ! તમારા જ શરણે રહેલા અમારે તમે ત્યાગ ન કરે.” એમ નવે નિધિઓ દેવતાએ સંચાર કરેલા નવ સુવર્ણ કમળના મિષથી જાણે આદરપૂર્વક વિજ્ઞપ્તિ કરતા હોય તેમ ઉત્તમ ભકિતથી જે પ્રભુના ચરણની સેવા કરે છે, તે સેવકની વાંછિતલક્ષમીને આપનાર શ્રી શાંતિનાથ પ્રભુ તમારી લમીને માટે થાઓ. - હવે અહીં હિમપુર નગરમાં શ્રીવર્ધન કુમાર નિરંતર શત્રુને વિય આદિક કાર્યો કરી રાજાને પ્રસન્ન કરતું હતું અને પિતાના ગુણવડે સમગ્ર પ્રજાને પણ પ્રસન્ન કરતા હતા. એવામાં એકદા પોતાના સો પુત્રો અને શ્રીવર્ધન કુમાર સહિત રાજા સુધર્મા જેવી શેભતી પિતાની સભામાં બેઠે હતો, તેટલામાં વ્યાકુળ થયેલા ઉધાનપાળે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! આજે ઉદ્યાનમાં એક ભુંડ આવ્યું છે તે તમારા કીડાવનને ભાંગી નાંખે છે, ભયંકર એવા ઘુરઘુર શખવડે દેવને પણ ત્રાસ પમાડતો જાણે બીજા રૂપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust