________________ : છો સર્ગ. " (15) કુમારે સિંહને જ સ્થાપન કર્યો. ત્યારપછી મનમાં ગર્વ અને હર્ષને ફુટ રીતે ધારણ કરતો તે સિંહ મહા ફૂર કર્મ કરતે નિ:શકપણે પલ્લીનું પાલન કરવા લાગ્યો. હવે શ્રી જયકુમારે વિચાર કર્યો કે–“રાજ્યના આધારરૂપ આ સિંહને અહીં મૂકી જવાથી મને કાંઈ પણ દુઃખ નથી.” એમ વિચારી તેણે એકદા સિંહની પાસે પોતાની દેશાંતર જવાની ઈચ્છા જણાવી. તે સાંભળી સિંહે વિચાર્યું કે “દેશાંતરમાં કોઈ ઠેકાણે રહેલા આને જે પિતાદિક જાણશે તો અવસરે તેને બોલાવી પિતાના રાજ્યપર સ્થાપન કરશે, માટે તેમ જવા ન દે.” એમ વિચારી સિંહ માયા કપટથી પ્રેમ દેખાડી બે કે-“હે ભાઈ! તારાપરના સ્નેહને લીધે જ મેં પિતાદિકનો ત્યાગ કર્યો છે, તેથી તારે વિયેગા હું શી રીતે સહન કરૂં?” તે સાંભળી સરળ સ્વભાવવાળો શ્રીજયકુમાર સ્નેહ સહિત કેટલાક દિવસ ત્યાં રહ્યો. ત્યારપછી એકદા સિંહે ગર્વથી તેને કહ્યું કે–“હું અધર્મથી પણ રાજ્યને પામ્ય છું.” ત્યારે શ્રીજય હસીને બે કે “અહો! આટલાથી જ તને ગર્વ આવી ગયે! અથવા એક ઓળને કકડે મળવાથી પણ રંક માણસ ખુશી થાય જ છે.” તે સાંભળી સિંહને અત્યંત કેપ થયે, તો પણ તેણે આકાર ગોપવી રાખે. શું ઉંદરને હણવા ઈચ્છતો બિલાડે આકારને નથી ગેપવતો? ગોપવે જ છે. પછી સિંહે ઉપરથી હાસ્ય કરી પ્રેમ દેખાડી તેને રંજીત કર્યો. કેટલાક દિવસો ગયા પછી એકદા સિંહે શ્રીજયને કહ્યું કે –“હે ભાઈ ! આ પર્વતના શિખર ઉપર અહીંથી એક ગાઉ દૂર પેલીપતિઓએ પૂજવા લાયક મોટા પ્રભાવવાળી ગિરિમાલિની નામની દેવી છે. આજે કૃષ્ણ ચતુર્દશી હોવાથી તે દેવીની પાસે હું એક મંત્ર સાધવાને ઈચ્છું છું, તેથી તું મારે ઉત્તરસાધક થા.” તે સાંભળી “બહુ સારૂં” એમ શ્રીજયે કહ્યું, ત્યારે સાયંકાળ થતાં પૂજાની સામગ્રી લઈ સિંહ ખ ધારણ કરેલા શ્રીજય સહિત દેવીના આલયમાં ગયે. ત્યાં રાત્રિએ દેવીની પૂજા કરી તેની પાસે દંભથી મંત્રનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust