________________ (14) જવાનંદ કેવળ ચરિત્ર. સેના સહિત પોતાની પહેલીમાં આવ્યું. પછી મહાસેને ચંડસેનની સેવા અંગીકાર કરી તેને દંડ આપે, એટલે નમસ્કાર કરનાર ઉપર વાત્સલ્યતાવાળા શ્રી જયકુમારે તેને મુક્ત કરાવ્યા. - ત્યારથી આરંભીને શ્રી જયકુમારને રાજ્ય તથા જીવિત દાયક માનતે ચંડસેન કૃતજ્ઞ હોવાથી પોતાના સ્વામીતરિકે માનવા લાગ્યો. પરંતુ સિંહકુમાર તો એવો વિચાર કરવા લાગ્યા કે - મને ધિક્કાર છે કે શ્રીજયે મને બે વાર બંધનથી મુક્ત કર્યો, કેમકે શત્રુએ કરેલો મોક્ષ અતિ દુ:ખદાયક છે. " તેને ખેદ દૂર કરવા માટે શ્રી જયે તેને કહ્યું કે–“હે બંધુ ! તું ખેદ કરીશ નહીં, હું તે હમેશાં તારે સહાયકારી જ છું.” આવાં શ્રી જયનાં વચને તેની ઈર્ષામાં ઉલટી વૃદ્ધિ કરી. કારણ કે અસાધ્ય વ્યાધિમાં ઔષધ આપવાથી તે ઘણું કરીને ઉલટું દોષને માટે થાય છે. આ રીતે અદ્ભુત કાર્ય કરનાર છતાં શ્રી જયકુમાર શાંતજ રહ્યા. કારણ કે અસાધ્ય કાર્ય કર્યા છતાં સત્પરૂષને ગર્વ કે વિસ્મય હતા જ નથી. અથવા તે મેટું કાર્ય કર્યા છતાં પણ મહાપુરૂષ નમ્રજ રહે છે. અગત્યે સમુદ્રનું પાન કર્યું છે તો પણ તે આકાશમાં મહા પ્રયત્નથી જ જોઈ શકાય છે. ખળ પુરૂષ પ્રાણદાનવડે ઉપકાર કરનાર ઉપર પણ દ્વેષ જ કરે છે, તેથી સિંહ તેના ઉપર દ્રોહ કરતો હતો. કેમકે અગ્નિની જેમ બળ પુરૂષ કદાપિ પોતાનો થતો જ નથી. સ્વેચ્છને વિષે આસક્તિ નહીં હોવા છતાં અને સારા દેશમાં જવાની ઈચ્છા હોવા છતાં શ્રી જયકુમાર ચંડસેનની દાક્ષિણતાથી કેટલે વખત ત્યાં રહ્યા. હવે કેટલોક કાળ ગયા પછી એકદા અકસ્માત્ શૂળનો વ્યાધિ થવાથી ચંડસેન પલ્લીપતિ મૃત્યુ પામ્યા. “સંસારમાં આવી જ સ્થિતિ છે.” ચંડસેન પુત્ર રહિત હોવાથી પરાકમાદિકવડે શ્રીજયકુમારને રાજ્યલાયક માનીને સર્વ ભિલ્લાએ પલ્લીનું રાજ્ય અંગીકાર કરવા માટે તેની પ્રાર્થના કરી, પરંતુ તે કુરાજ્યને શ્રીજયકુમાર ઈચ્છતા નહોતા. તેથી બીજે કઈ લાયક માણસ નહીં જેવાથી તથા સિંહસારને તેની ઈચ્છા હોવાથી તે જિલ્લાના રાજ્યઉપર શ્રી જય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust