________________ દ્વિતિય સગ. એક દિવસે મહારાજ, પિતાના પુત્ર અમાત્ય ઇત્યાદિ સાથે સભામાં બેઠા હતા તે સમયે દ્વારપાળે તેમને વિનંતિ કરી. ' દ્વારપાળે--હાથ જોડીને કહ્યું માહારાજ, વિરસીહ એક જાસુદને કાગળ લઈ આપના તરફ મેકલ્યા છે, તે બહાર ઉભે છે, માટે ઈચ્છા પ્રમાણે હુકુમ ફરમાવશે. રાજાએ--આંખને ઈશારે કરી કહ્યું તેને અંદર લઈ આવ. - રાજાની આજ્ઞા થતાં દ્વારપાળ બાહાર ગયો અને જાસુદને અંદર લા. જાસૂદે--બંને હાથ જોડી નમસ્કાર કરી કહ્યું માહારાજા ધીરાજ, કૃપાસાગર સેનાપતિ લિરિસિંહે બે હસ્ત જોડી વિનંતી પૂર્વક કહેવડાવ્યું છે કે લક્ષમીનું સ્થાન એવી અધ્યા નગરીમાં રહેનારા જયંતયુક્ત ઈદ્ર પ્રમાણે અથવા કાર્તિક સ્વામી યુક્ત માહાદેવ પ્રમાણે યુવરાજ હરિવિકમ ફક્ત રાજાધિરાજ અજીતવિક્રમના ચરણ આગળ સવિનય નમ્રતા પૂર્વક વૈરિસિંહ પ્રાર્થના કરે છે કે–પોતાનામાં સામર્થ્ય ન હોય તે પણ સ્વામિ બળથી પુષ્ટ થઈ સૂર્યકાંત સૂર્યના તેજથી તૃપ્ત થઈ બીજી બાજૂના પદાર્થને બાળતો નથી કે? અરે માહારાજ જે ભુમી પર્વતના શિખરોથી પૂર્ણ વ્યાપ્ત થઈ હતી ત્યાં આપના પ્રતાપની ગર્જના કરવા તેણે સંઘળી સપાટ કરી નાખી છે. તે સર્વ પૃથ્વિ કોઈક વખત ક્રોધથી કોઈક વખત એગ્ય ઉપાયથી કોઈક વખત સન્માનથી જીતીને આપને સ્વાધિન કરી છે. જે રાજા આપના ચરણ કમળમાં લીન થયા છે તે આ દુનિયામાં સુખી છે. જે શત્રુએ આપના ચરણ કમળનો આશ્રય છોડી દીધો છે તે દુઃખરૂપી સમુદ્રમાં બુડે છે. વનમાં રહેનારા તપસ્વિી અને સમુદ્રની બીજી બાજુએ રહેનારા સિવાય માહારાજ બાકીના સર્વ શત્રુને વૈરિસિંહે નાશ કર્યો છે. આ પ્રમાણે સર્વ પૃથ્વી નિષ્કટક કરી છે. હવે તે ફેજ લઈને દ્રાવિડના રાજ્યપર સ્વારી કરી અમારા સૈન્યથી સજડ હાર ખાઈ ધેર્ય ગુમાવી, કાંચીનગર - છેડીને એકદમ તે એક બીકટ કિલામાં ગયો છે. દ્રાવિડ દેશની નજદીક મલય પર્વત પાસે અiધ્યપૂરપત્તન નામનું શહેર છે, તે શહેરની આજુબાજુ પચાસ કેસ ફરતું જંગલ છે. શહેરની ચારે દિશાઓ જંગલથી વેષ્ટિત થએલી છે. તે પ્રભુ આ અરણ્યમાં વૃક્ષનું એક પાન જે કઈ તોડે તો તરતજ કોઈ એક વ્યંતર સૈન્યને પીડા કરે છે. તેની સાથે નમ્રતાથી વર્તે, તેના પગે પડે, તેની પૂજા કરે, તે પણ તે લેશ માત્ર સંતુષ્ટ થતું નથી, અને પૂર્વ જન્મને વરી હોય એવી રીતે ઉલટો ક્રોધાયમાન થાય છે. આ વ્યંતર, પોતાના કિલ્લાના, વનના, દ્રવ્યના, અને સૈન્યના બળથી શત્રુને હરાવી, બળવાન થયું છે. માટે મહારાજે, કૃપાવંત થઈ તે મહાબલ નામના ક્ષત્રીને નરમ કરવા કંઈ ઉપાય જ જોઈએ. આ પ્રમાણે જાસૂદે કહેલી હકીક્ત સાંભળી, સારાંશ સમજીને, રાજાએ તેને ઈનામ આપ્યું અને તેને સત્કાર કરી તેને રજા આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust