________________ મને પાપ પુણ્ય સમજાય છે, વિવેકથી મારી નજર નિર્મળ થએલી છે, તે ક્ષણક સુખની આશાથી નકમાં શા વાસ્તે પડું? હે નિંદ્ય સ્ત્રી જે અર્થે મારી સાથે તને ભગવાસના ઉત્પન્ન થઈ, તે અર્થે એ કમ પણ સાધુને અત્યંત સિંઘ છે. હે દેવી, થોડા વત સારૂ ગુરૂએ મને જે અભિગ્રહ આપે છે તેને ભંગ હું સમજતો છતાં શી રીતે કરૂં? સધર્મી લોકપ્રિય હોવાને લીધે, જે રાજાએ મારાપર વિશ્વાસ રાખ્યો, તેને હું કેવી રીતે ફસાવું? એક વખત તમને માતુશ્રી કહ્યા પછી તમારે ઉપગ કેવી રીતે લઉં? હે રાશિ ! તું કુલીન રાજાની સ્ત્રી છતાં, આમ બેલતાં તારી જીભ કેમ અટક્તી નથી? ( આ પ્રમાણે તેના નિર્દય ભાષણે સાંભળી વિજયાદેવીની મુખછાયા કાળી પડી (મોઢાપર કાળાશ દેખાવા લાગી) અને તે દુષ્ટ વચને બોલવા લાગી. અરે દુષ્ટ, કૂર ચિત્તવાળા, જેમ જેમ હું તારી પ્રાર્થના કરું છું, તેમ તેમ તું અનિષ્ટ ભાષણે જ બોલે છે, તેને જીવવાને કંટાળે આવ્યું છે કેમ? જે તું મારૂં કહ્યું નહિ માને તે તારી વાતો ઉઘાડી કરી તે ખરાબ કૃત્ય કરનાર છે એમ ઠરાવી તને મરાવી નાખીશ. - ગુણરાજ–હે સ્વામિનિ, હું મરેલેજ છું. હવે ફરી જીવીને શું કરવું છે? પ્રાણ ત્યાગ થશે તે પણ મારૂં શીલ (ધર્મ) હું નિશ્ચયે કરીને પાળીશ. * રાણી–તને બે દિવસની મુદત આપું છું. યોગ્ય શું કરવું એનો વિચાર કરી, ફરી મને આવીને કહેજે. પછી ગુણરાજ તરતજ વિજયાના મહેલમાંથી નીકળી, પિતાના જનાનખાનાનામાં આવી એ બાબતને વિચાર કરવા લાગ્યો. આણી તરફ રાજશ્રેટે તે સર્વ થએલી હકીક્ત જોઈ વિજયાદેવીપર ગુસસે થયે અને ગુણરાજપર ખુશ થયે. રાજા તરત વિજયાના મહેલમાંથી ચિંતાથી સંતપ્ત થઈ ગુણરાજ પાસે આવ્યું, તેની પાસે બેશી રાજા પુછવા લાગે, “અરે, ગુણરાજ તું અહિં ઉદાસ કેમ બેશી રહ્યા છે?” ગુણરાજ–(નમસ્કાર કરીને) રાજા, મને મારી બાબતમાં દિલગીર થવાનું કારણ નથી. મને દીલગીર થવાનું કારણ ફકત તારી બાબતમાં છે, તે એજ કે તું એકજ સ્ત્રી પર આસકત થઇ બાકીની માહારાણયને આદર કરતું નથી, હે રાજા સ્ત્રી સતિ અગર અસતિ થાય છે, તે ઉપભેગનાજ કારણથીજ થાય છે. બાકી મુળથી આ સ્ત્રી તરફ દેષ સંભવ કાંઈજ નથી. પિતાના પતિ સુખ તેમને મળે નહિ, એટલે તેઓ પરપુરૂષની ઈચ્છા કરે છે. પતિની અણગમતી સ્ત્રી બંને લેકોને નાશ કરે છે, પોતાના બંને કૂળોને ડાઘ લગાડે છે, અને પોતાનું ચિત્ત બગાડે છે. તો હે. રાજ તને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે, આજથી સવ તારી રાણીને વારી બાંધી આપ. - રાજા–પૂર્વે તે મને કઈ વખત પણ ઉપદેશ કર્યો નથી, અને હાલમાં તું દિલગીર છતાં પણ મને કેમ બંધ આપે છે. તે હે ગુણશ્રેષ્ઠ ગુણરાજ, તને કાંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust