________________ 183 હિતકર થઈ પડશે. ત્યારે રાજાના હુકમથી, સ્નાન, ભજન પિષાક, વસ્ત્ર, લે વગેરેથી દાસી હમેશા શુશ્રુષા કરતી હતી તે રાજાને ઘણી સ્ત્રી હતી, તેમાંથી કેટલીક માનીતી અને કેટલીક અણમાનીતિ હતી. જે રાજાની અણગમતી સ્ત્રી હતી, તે કામ જ્વરથી વ્યાકુળ થતી, કારણ સેંકડો વર્ષોમાં પણ તેમને રાજ સંભોગ મળતું નહિ. પુરૂષ પ્રાપ્તી સારૂ તરફડીયા મારનાર તે સ્ત્રીના મનમાં, એ પુરૂષના સ્વરૂપ અગર કુરૂપને ભેદ બીલકુલ રહ્યા નહોતા. રાજાની વિજયા નામની એક અણગમતી સ્ત્રી હતી. તે કુરૂપ ગુણરાજ પર પણ અત્યંત આસક્ત થઈ તે તેના ભજન વગેરે ઉપચાર વિશેષ રીતે કરતી પરંતુ ગુણરાજના મનમાં કેઈપણ પ્રકારની શંકા ન આવતાં, તે આ ઉપચારે મહેરબાની દાખલ કરે છે એમ માનતે હતે. બીજે દિવસે શરીરને સારૂ નથી એ ઢગ કરી તે સ્ત્રીએ તેને કહ્યું, ગુણરાજ, આજ હું મારેજ ઘેર સુઈ જઈશ. ગુણરાજે તેનું કહેવું મંજુર રાખ્યું અને બાકીની સ્ત્રીને હમેશ ના નિયમ પ્રમાણે એકવાસ ગૃહમાં રાખી, બારણા વાશી તે સાવધ રહ્યા. રાજા કચેરી બરખાસ્ત કરી, પિતાની સ્ક્રિનું ચરિત્ર જાણવાના હેતુથી, અને ગુણરાજના ગુણ ની પરિક્ષા કરવા સારૂ ગુપ્ત વેશ ધારણ કરી રાત્રીના વખતે વિશેષે કરીને જનાનખાનાની અંદર ફરતો હતો. ફરતા ફરતા રાજા વિજયાના મહેલમાં આવ્યું ત્યાં તે પલંગ પર કામથી વ્યાકુળ થઈ પડેલી જોવામાં આવી. પછી પિતાનું શરીર ન જણાવા દેતા, ત્યાં જ સ્તબ્ધ ઉભું રહી વિચાર કરવા લાગ્યું કે, આજે આ અહિં કેમ સુતી છે? વાસગૃહમાં કેમ ગઈ નથી? આણી તરફ તે કામથી ગાંડી થઈ કુકલપના મનની અંદર ધારણ કરી, પિતાની દાસીને મોકલી ગુણરાજને પોતાના બંગલાની અંદર બેલા. તે ગુણરાજને તેની તબિયત સારી નથી એમ સમજી કાંઈ પણ શંકા ન લેતાં, બારણાને બંદોબસ્ત કરી તરત વિજયાના મહેલમાં ગયા નમન કરી અને છેટે બેથી તે બે, સ્વામિનિ શો હુકમ છે તે ફરમાવે. મને શા સારૂ બોલાવ્યો છે? ત્યારે તીવ્ર કામ વિકારથી વ્યાકુળ થએલી તે સ્ત્રી શરીર વાંકું ચુકું કરી, અને ઘણા લાંબો શ્વાસ નાખી ગુણરાજે કઈ પણ દિવસ મનમા આણેલ નહિ, સ્વપ્નામાં પણ સાંભળેલ નહિ એવા સજજનોને લજજા ઉત્પન્ન કરનાર ભાષણે બેલી. ત્યારે તે વિશુધ્ધચિત્ત ગુણરાજ અકાલ વજી પાત પ્રમાણે તેનાં ભાષણો સાંભળી બોલ્યા. “હે સ્વામિનિ, તારા શરિરમાં વધારે વિકાર થવાને લીધે બે સાવધ થઈ તું આવા ભાષણ બોલે છે, અગર અંદર પ્રસરનાર તીવ્ર જવરના વેગથી તારું આવું અણધાર્યું, દુષ્ટ સ્વરૂપ બહાર પડયું છે. - વિજયા-વ્યાધીથી બેશુદ્ધ થઈ હું બબડતી નથી, પણ શુદ્ધિમાં રહીને જ બોલું છું, અને આ વખતે તારા સંગની ઈચ્છા રાખું છું. ગુણરાજ– સ્વામિનિ, તારું ફક્ત ભાષણ સાંભળીને જ મને મહારૂઃખ થાય છે, પછી કૃત્ય કરવાની વાત કયાં કરે છે? આ જગમાં કુલીન પુર બે પ્રકારના અકૃત્યે પ્રાણ જવાનો વખત આવે તે પણ કરતા નથી, એક પરદ્રવ્યને અપહાર, અને બીજું પરસ્ત્રી આલિંગન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust