________________ 154 ' હાથમાં આયુધો લઈ, આકાશમાંથી નીચે ઉતરી, અને મોટું પહોળું કરી, રાજાની આસપાસ ઉભી રહિ. - મદનસેના–અમારી રાક્ષસી વિદ્યાને, હિત અહિત, પિતાનું અગર પારકું, ભક્ષ્ય, અભક્ષ્ય, એની પરિક્ષા નથી. તેટલા માટે રાજા, શત્રુને હરએક પ્રકારે લાવી અમારા સ્વાધિન કર, “હું શત્રુને આપવાનું બોલ્યો નથી " એમ માત્ર બોલી નહિ, અને એ પ્રમાણે બોલ્યો તે રાક્ષસને બીલકુલ દયા નથી એમ સમજજે. અમારે જઠરાગ્નિ પ્રદિપ્ત થયેલો છે, જે તે શત્રુ પ્રાપ્ત ન થાય તો, જેનાવડે કરી . અમારી ભૂખ શાન્ત થાય એવો બીજો કોઈ દેખાડ. રાજાએ જોશીને કહ્યું “અરે હજુ સુધી કેમ કહેતા નથી ? કામ બગડયું નથી ત્યાં સુધી કહે નહિ તે તારૂં મૃત્યુ આવ્યું છે. જોશી–રાજા તને યેગ્ય લાગે તેમ કર. તેના ઠેકાણાની મને ખબર છે, તથાપિ તે હું હમણા કહેનાર નથી. ન જોશીને દંડાધિકારીના તાબામાં સેંપી રાજા તરત પિતે જીને મંદિરની અંદર પેઠે દેવ દર્શન સારૂ આવેલ શ્રાવક મંડળીને રાજાએ પૂછ્યું, પરંતુ તે મંડળી પર પીડા કરવાને નાખુશ હોવાને લીધે, તેને, કેઈએ પણ જવાબ આપ્યો નહિ. બીજા દેશમાંથી આવનાર એક બ્રાહ્મણે તે નાચનારી અને વીરસેન એમના સંબંધમાં જે જે હકીકત બની હતી તે સર્વ રાજાને કહી, રાજાએ હોઠ ચાવી, ભ્રમર ચઢાવ્યા, તેથી તેના કપાળની પટ્ટી ભયંકર દેખાવા લાગી અને તે રીસથી અને ક્રૂર શબ્દોથી બોલ્યો. રાજા–જુઓ, એ મારી કૃપા, મારા પ્રેમની તેને કાંઈ પણ શરમ ન અડતાં * મારા શત્રુને પિતાના ઘેર તેડી ગઈ છે આમાં શું આશ્ચર્ય ? હલકા માણસની આજ સ્થિતિ, તો હવે તેને ઘેર તમે જાવ, અને ત્યાં તે દુષ્ટને ખાઈ નાંખો. રાક્ષસીઓ-રાજા, અમે કયાં કયાં જઈએ? રાજા–જે તે ન જડે તો તે ચાંડાળણીનેજ ખાઈ નાખો.' પછી મુખમાંથી, ક્રોધાગ્નિની મોટી મોટી જવાળાઓ નાખતી, તે રાક્ષસી તાબડતોબ જયપતાકાને ઘેર આવી પહોંચી. આણું તરફ, રાત્રિએ થએલા જાગરણની પીડાથી, રાજપુત્રની આંખે ઉંઘથી ઘેરાઈ ગઈ હતી માટે તે પણ એકાંત ગૃહમાં સુખેથી ઊંઘી ગયો હતો ત્યારે જયપતાકાને મે કહ્યું “તમે સવ અહિથી બહાર જાવ, રાજપુત્રને ઘડીવાર ઉંઘ લેવા દે. હું આ બંગલાની બહારના દરવાજામાં ઉભું રહી, શત્રુના પ્રદેશને ઉપદ્રવ થાય એવી કાંઈ તજવીજ કરું છું.” “ઠીક છે” એમ બેલી તે વેશ્યા બહાર નીકળી અને હું દરવાજો બંધ કરી હાથમાં તરવાર લેઈ બેઠે. તે રાક્ષસીઓ ઘરમાં પેસવા જાય છે એટલામાં મને હાથમાં તરવાર લઈ બેઠેલો જોયે, અને શરીરની નીશાનીઓ ઉપરથી ઓળખે. મારા મનમાં વહેમ આવવાથી મેં વિદ્યાબળથી એકદમ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. અને તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust