________________ કુમારના કુદવાથી ક્ષેત્રપાળના ખંડકપાળ નામના મંદિરનું શીખર તૂટી પડ્યું. મંદિરનું શીખર તૂટવાથી ક્ષેત્રપાળને અતિશય ક્રોધ ચઢયે. સર્વ જગતને ભય ઉત્પન્ન કરનાર, ક્ષેત્રપાળ કુમાર પર એકદમ ધસી આવ્યું. ક્ષેત્રપાળ કુમાર પર ધણું આવ્યું ત્યારે પિતા પુત્ર કમરે બાંધી એક બીજા સાથે લડવા તૈયાર થઈ ઊભા હતા. ક્ષેત્રપાળના શરીરને રંગ કાળો હતે. મોટું ઝાડ જેમ વેલાથી વિંટાયેલું હોય છે તેમ તે વાળથી વિંટાયેલ હતું. તેના નેત્ર સગડી જેવાં મોટાં હતાં. પગ લાંબા હતાં. હાથમાં તલવાર ઝાલી હતી. વસ્ત્રને બદલે ફકત વાઘ ચર્મ ધારણ કર્યું હતું, અને કમરે સર્પને પટે બાંધ્યો હતો. અગ્નિની જ્વાળા જેવા દુર્વચનથી ધમકી આપનાર ક્ષેત્રપાળ કુમારને જીતવા સપાટામાં તેની પાસે જઈ પહોંચ્યો. રાજકુમાર (તેનું ભયંકર સ્વરૂપ જોઈ ધર્યથી)-હૈ વીર, આ કેણ પ્રાણી છે? આ કઈ પેનીને જીવ છે ? આ કયા પક્ષી જાતીને છે? કિંવા આ કઈ કીટ (કીડ) જાતીને છે? મનુષ્ય કહે છે કે કીડા રાત્રે બહાર આવે છે. ત્યારે ખરેખર આ કઈ મેટા કીડાની જાતને છે કે કેઈ અપૂર્વ દ્વિપમાંને મનુષ્ય છે? આ સ્વરૂપ જાણવાની મને બહુ ઈચ્છા છે. રાજા–તે પિતેજ તને તારા પ્રશ્નનો જવાબ આપશે. ઉતાવળો થઈશ નહીં. ક્ષેત્રપાળ (અત્યંત ક્રેધથી)–હે મૂર્ખ, અરે દુષ્ટ, નરાધમ, પાપી, હું ક્ષેત્રપતિ ખંડકપાલ છું તેની તને ખબર નથી કે શું? આ અરણ્યના નગરમાં પ્રશીદ્ધિપણે રહું છું તું રાજા સાથે લઢાઈ કરીને તારૂં પ્રરાક્રમ બતાવે છે કે શું? કુમાર–અરે, આવું અયોગ્ય વાક્ય કઈ દિવસ બોલીશ નહીં. કાયા, વાચા, અને મન એ ત્રણેમાંથી એક અંગને પણ પરાભવ થાય છે તે જ્ઞાની દેવ પણ કબુલ કરે છે. તે જે વિશેષણે મને કહ્યાં છે તે તું જ હોવું જોઈએ. ક્ષેત્રપાળ–અરે, મારા ભયથી તું અસત્ય બેલીશ નહીં. તે પૃથ્વિ પર પગ પછાડી પૃથ્વિ થરથર કંપાવી અને હમણાજ મારો મજબૂત મહેલ પાડી નાંખે તે ભુલી ગયો કે શું ? કુમાર-નમ્ર વચનથી જ્યારે તું માનતો નથી, ત્યારે તારે શું કરવું છે તે કહે, એટલે તે કામ હું સત્વર કરીશ. તે ક્ષેત્રપાળ–અરે, જેને યોગે તું મોટો ગર્વિષ્ટ થયું છે તે તારો ગર્વ રણભુમીમાં હું નષ્ટ કરીશ.' કુમાર ક્ષેત્રપાળ અને રાજાને બોલાવી)–અરે હું જે કે એકલો છું તે પણ તમારા બન્ને સાથે એકી વખતેજ યુદ્ધ કરીશ. ક્ષેત્રપાળ-પ્રથમ તું મારી સાથે યુદ્ધ કર અને પછી તેને ગમે તેમ કરજે, કુમાર (રાજા તરફ જઈ)-હે વીર, તું સભ્યતા ધારણ કરી રહે, આ ક્ષેત્રપાળ સાથે યુદ્ધ કરી તેને પરાભવ કરીશ, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust