________________ કુમાર–અરે, રાજગળનું ભાષણ મારા સન્મુખ તું બોલે છે તે નિર્લજજ, " તને તારા પંચભૂતની પણ શરમ કેમ નથી આવતી? . - કુમાર–(પ્રધાન તરીકે દુર્બળત્વ હાઈ સ્વતાના અંગે રાજગળ છે એવા હેતુથી) હું પ્રધાન નથી પણ કોણ છું તે સાંભળ. આ ભૂમંડળ પર રાજા જેટલી પ્રજાનું રક્ષણ કરે છે તે સર્વના નામ અને સ્થળ દરરોજ તે ઓળખે છે કે શું? જેની જેટલી શક્તિ હોય છે તેટલી તે બતાવે છે, હે મહાશય, તારી શક્તિ બીજે કોઈ ઠેકાણે ન દેખાતા માત્ર તારા સદેષ ભાષણમાંજ જણાય છે. “રાજાની ખાત્રી થઈ કે અહી કુમાર મોટો શક્તિમાન હોઈ તેનામાં કેટલી ક્ષમા છે? ગમે તેટલી તેની નિર્ભસ ના કરૂં તે પણ લેશમાત્ર કંધને વશ થત નથી ! પરમશાંત કુમારને ચિડવવાના હેતુથી રાજાએ અપમાનકારક અને નિષ્ફર શબ્દોથી આગળ કહ્યું કે હે કુપુરૂષ, તું મારી સાથે શું બોલે છે? મેં તને પકડે છે. તારે જે શક્તિમાન રાજા હોય, તે તારું રક્ષણ કરશે.' કુમાર–ઠીક, બરાબર પકડજે. . રાજા–તારા તર્કની હવે સીમા રહી નથી. બીજું તને કહેવાનું છે એટલું જ કે, તારે રાજા તારા નગરમાં મેટ બલવાનું છે. હું તે બીચારે બાહારનો રાજા છું હું ગમે ત્યાં જઈશ અને ગમે તે કરીશ, - કુમાર (મારા પિતાનું અપમાન કરી, પોતાના મુખેજ પોતાના પરાક્રમના ગીતગાનાર આ કઈ દુરાચારી પુરૂષ છે. પિતાનું હિત થાય તેવાં વચને વનાર ગમે તે હાયતા ભલે, પણ મહારાજનું અપમાન કરનારને દોષ મારાથી શી રીતે સહન થાય એ હેતુથી)- વીર, તું સત્ય વદે છે. તું ખરેખર રાજા છે. કારણ રાજા ન હઊ તે શા માટે ખોટું બોલે? ત્યારે હવે તું જે બોલે છે તે સત્ય હોય તો તારૂં રાજત્વ પ્રગટ કર અને હે વીર, સમરાંગણમાં હું તૈયાર છું. ચાલ લે હાથમાં તલવાર, અને યુદ્ધ કરવા આગલ આવ. * રાજા–તલવારથી ચુધ ન કરતાં આપણે મલ યુદ્ધ કરીશું. - કુમાર—તારી જેવી ઈચ્છા હશે તે પ્રમાણે હું યુદ્ધ કરવા તૈયાર છું. * બનેએ તલવાર ફેંકી દીધી. વસ્ત્ર ઊતારી, લંગેટ મારી મલ્લ પ્રમાણે સામ સામા આવી ઊભા રહયા. કુમારે જેરથી પિતાને જમણો હાથ ડાબા દંડપર ઠે. એક ઊંચે કુદકે મારી એકાએક ધરણી પર ઊભો રહે. કુમારના કુદવાથી ભૂમિ થરથરી ઝાડ પરથી પુષ્પો પડે છે તે પ્રમાણે પક્ષીઓ એકદમ નીચે પડયાં. કુમારે પૃથ્વિ પર પગ પછાડયા તેથી પર્વતના શિખરે તુટી પડયાં. ભુમિપર એટલે ભાર થયો કે, શેષ પણ ભુમિને ધારણ કરવા અશક્ત જણાય. હજારો વૃક્ષો જમીનપર પડયાં. મોટા મોટા મહેલ અને મંદિર તુટી પડયા. તાત્પર્ય કુમાર સાથેની મશ્કરી રાજાને પણ ભય પ્રાપ્ત કરનાર થઈ પડી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust