SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ મુલાકાત થડાજ દિવસોમાં થશે. શેખર અને અશોક વગેરે જે. વેરીઓ છે, તે ખેચરે જલદી તેમને સેવાધર્મ સંભાળી લેશે એ નકકી છે. તારી પુત્રી જે વીમાનમાં હરણ કરી લઈ ગયા છે, તે જ વિમાનમાં, વિદ્યાધરની મંડળી બેસીને આવશે.” રાત્રે આ પ્રમાણે બેલી ચક્રેશ્વરી દેવી અંતર્ધાન પામી, હે બંધુદત્ત, વીરસેન ગયો ત્યારથી, તેની મંડળી રાજ્ય સુખને ત્યાગ કરી દુઃખી થઈ બેઠેલી છે. અને કુમાના પાછા આવતા સુધી દુઃખમાં પુનઃ પુનઃ નિમગ્ન થઈ રહે છે. આ દુઃખ તને એકલાને જ છે, એમ નથી, તે સર્વજનને થયેલું છે. - આ પ્રમાણે રાજાએ અનેક પ્રકારોથી સ્નેહ ભાવ દેખાડી, અને બક્ષિસ આપી મને ઘર તરફ રવાના કર્યો. માટે હે દેવ, હાલમાં વિમાનની ગરદી જેઈ, અને તારૂં ઐશ્વર્ય જોઈ, તે દેવીનું ભાષણ મને યાદ આવ્યું. મહારાજ આ પ્રમાણે હર્ષ યુકત થઈ હું હો. - વીરસેન–હે મિત્ર, મને બહુ મજા લાગી. હે મિત્ર, તું સામર્થ્યવાન છતાં પણ પિતાને શા માટે બંધાવી લીધે? અને શા વાસ્તે અપમાન સહન કર્યું? બંધૂદત્ત-મહારાજ, જે તમને મજા પડે છે તે તેપણ હું ટુંકામાં કહું છું તે સાંભળે. આ પ્રમાણે રાજાએ મને ઘણા શબ્દોથી સમજાવીને કહ્યું, તોપણ તારા વિગ વડે મને લેશ માત્ર પણ સંતોષ થયે નહિ. દરેક બાગ, દરેક જગાએ, દરેક પુરૂષ, સર્વ શહેર તારા વિગ દુઃખના અગ્નિથી, જવાળા યુક્ત ભાસવા લાગ્યા. વિરહાગ્નિથી બળેલા લોકોના સ્નાન વડે ગોદાવરીનું પાણી પણ ઉનું થઈ ગયું. તે ઉપરથી તેને અત્યંત દુઃખ થયા જેવું લાગ્યું. બીજે દિવસે આવી સ્થિતિ જેવાને હું અસમર્થ થયે ત્યારે રાજાની આજ્ઞાને ભંગ કરી તારે શોધ કરવાના હેતુથી નીકળી પડ, સૂર્યાસ્ત થઈ રસ્તામાં અંધારૂ થવાથી રસ્તે ચાલવાને વિકટ થઈ પડયો. હાથમાં તલવાર લઈ શહેરની બહાર નીકળી પડ્યો. પછી નિત્ય દિશા તરફ બારણું બંધ કરેલા એ એક મઠ મારા જેવામાં આવ્યો તે તરફ હું ગયો ત્યાં બહાર ઉભા ઉભા કેઈને શબ્દ મારે કાને પડે. પછી બારણા પાસે જઈ સંતાઈ ઉભે રહ્યા અને સાંભળવા લાગ્યા, એટલામાં એક ઘરડે માણસ જે શિવનો ભકત હતું તે તેના શિષ્યને કહેવા લાગ્યો કે, “અરે શિષ્ય, ઉઠ જાગૃત થા. મારું બેલવું સાંભળ,” આટલું ગુરૂ બેલ્યા પછી શિષ્ય જવાબ આપે કે, ગુરૂ મને આજ્ઞા આપો.” શિષ્ય બોલ્યા પછી પાછો ગુરૂ બોલ્યો કે, “તને જે હું કહું છે તેની નવાઈ લાગવા દઈશ નહિ. કોઈપણ મઠની બહાર છે, તેના મિત્રની સાથે વિયોગ થયેલો છે, તે જે, બે પહોર વિસામે લઈ તીજા પહેરમાં જાય છે. તેનું ધારેલું કાર્ય સફળ થાય. ખરાબ મૂહુર્તમાં ઘરમાંથી નીકળેલો છે માટે તેના ફળથી તે ખેચથી બંધન પામશે, અને એને વૈતાલ પર્વત ઉપરથી આકાશમાં લઈ જવામાં આવશે. ત્યાં જે તે ન લડયો તે તે, તેને જલદી લેઈ જઈ પૃવિપર સમદ્રમાં વિશાલ શૃંગાખ્ય પર્વત છે ત્યાં જશે. ત્યાં મિત્રની મુલાકાત થશે, અને ભયંકર લડાઈ પણ થશે. અને વિજય મેળવી મિત્રની સાથે અહિં આવશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy