________________ ત્યય કે કુમારના અંગમાં સર્વ અમાનુષ (દેવી) ગુણ છે તેજ શ્રી પરિપૂર્ણ જે પદાર્થ છે તેની વ્યાપ્તિ મટી હેવી જોઈએ એમ નથી. સાધારણ તદન શુક તૃણમાં સળગેલો અગ્નિ હોય, તો પણ કમ સમુદાય ને બાળીને ભસ્મ કરે છે હાલ, મનુષ્યમાં ઉત્પન્ન થયેલા આ કુમાર આગળ આ તેજસ્વી દેવ બેઠા છે તો પણ તે સર્વ તૃણવત દેખાય છે. અપાર તેજ સહિત કુમાર અહીં આવ્યા તેથી કરીને આ સભાને ઈંદ્ર દેવના આગમન જેવી શોમાં પ્રાપ્ત થઈ છે, દેવ–-હે હરિવિક્રમ તારા આ શુભ લક્ષણથી, અને તારા આ અસાધારણ રમ્ય સિદર્યથી તું સામાન્ય મનુષ્ય નથી એમ હું સમજુ છું, કુમાર–આપના દર્શનથી હું પિોતે કૃત કૃત્ય થ સમજું છું અને મારા નિર્નિમેષ નેત્રને સાર્થક થયું એમ માનું છું. દેવ—તારા આવવાથી મારી યાત્રા સફળ થઈ, સભાને ધન્યવાદ પ્રાપ્ત થયે, અને પૃથ્વિ ફળપ થઈ એમ હું નિશ્ચયપૂર્વક સમજું છું. તારું કાર્ય બગડતું ન હોય, અને તારા મનને અહીં દુઃખ ભાસતું ન હોય તો હે રાજપુત્ર, હેમિત્ર, ચાલ આ પણે જીનેશ્વર પાસે જઈએ. કુમાર–જેવી આપની આજ્ઞા. કુમારે હા કહી એટલે બને ત્યાંથી નીકળી શ્રીયુગથી તે અમર અને માનવ ઈશપુરમાં ગયા ઇશપુરમાં ગયા પછી દેવ બે " હે ગુણવિર, મારા બેલવાને ઊલંઘન ન કરતાં તેનું સ્વિકાર કર. મનુષ્ય માત્રનો જે સ્નેહ સંબંધ થાય છે તે એક તે પૂર્વ જન્મથીજ ચાલતો આવેલ હોય છે, કિંવા શુભ કર્મની પરિપકવતાને લીધે થાય છે. આ સિવાય પ્રાણી માત્રના સંબંધને ત્રીજા કેઈપણ કારણની જરૂર નથી. અમે તારા ગુણેથી આકર્ષાઈ તારા સેવક જેવા થયા છીએ હવે અમને કંઈપણ આજ્ઞા ફરમાવો.” - કુમાર–હે દે, આપ આવું અનુચિત ભાષણ કેમ બોલે છે? આપ દેવ છે તેથી પુજય છે અને હું માણસ છું માટે સેવક છું. તાત્પર્ય તમારા પ્રસાદથી અમે સર્વ કંઈ પાર કરી શકીએ છીએ. દેવ–લેકે કહે છે કે દેવદર્શન ફલકપ છે એ વાકય ખોટું ન થાય માટે અમે તને આગ્રહ કરીએ છીએ; અમો વિચાર કરીને જે કહીએ છીએ તે સર્વ શ્રવણ કર. આટલું કહ્યા છતાં જે તે ન માને તે તને દેવ ચરણના સોગન છે. રૂષભદેવના પ્રભાવથી પથર વજ જેવો થા. એવું બોલી ત્રણ વખત પાણી છાંટી, અમિત તેજથી તેના દેહનો સ્પર્શ કરી દેવે બોલવું શરૂ કર્યું કે “જલ, અગ્નિ અને રિપુ સંબંધી સંકટ પ્રાપ્ત થાય તે વિદ્યધર અમરઆદીથી આ જન્મમાં તને ભય પ્રાપ્ત થશે નહીં.” કમાર (હાથ જોડીને) તમારા પ્રસાદને પ્રભાવ આ જગમાં કોઈ દિવસ મિથ્યા થતો નથી ને થયો નથી. આ કુમારની આજ્ઞા લેઈ દેવ અદ્રશ્ય થયા. જેમ સૂર્યનાં કિરણો સૂર્ય સાથે અસ્ત પામે છે તેમ ગંધવોદિક સર્વ દેવ સાથે અદ્રશ્ય થયા. Jun Gorf Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M