SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 104 ': હે વીર, આ પ્રમાણે ગંગાની અંદર દેહ ત્યાગ કરી, તે કર્મના સંગે કરી , આજ નગરની અંદર બ્રહ્મરાક્ષસ થયો છે તે જ ફકત ગમ્મતની ખાતરજ પ્રાણિઓની હિંસા કરે છે કારણ માંસ, રક્ત, ઈત્યાદિકની કિડા પણ તેને ગમ્મત આપનારીજ થઈ પડે છે પછી કોઈ એક દિવસે તે આકાશમાં જઈ ત્યાંથી કુર સ્વરે કહેવા લાગ્યું કે, " અરે, અરે, સમરસિંહ, મારૂં ભાષણ સાંભળ. હું તારે ગુરૂ મધુસુદન બ્રાહ્મણ બ્રહ્મરાક્ષસ થયો છું, મને માણસનો ભોગ આપ અને રાતના વખતે શહેરની અંદર ફરવા દે.” તેનું ભાષણ સાંભળી પિતા તથા નગરના લેક એમને બીક લાગવા લાગી, અને શું કરવું એની સુઝન * પડવાથી વિચારમાં પડયા. અરે! અરે ( તે ક્રિયા શુદ્ધ અને વેદમાં પ્રવિણ હતો. તેણે યજ્ઞ કર્યો, અને છેવટે સન્યાસ લઈ ગંગા નદિમાં મરણ પામ્યા. તેના અનિરૂદ્ધ પુત્રે તેની પછાડી ગ્ય એ વિધિ પણ કર્યો, એમ છતાં તે રાક્ષસ થયાનું કહે છે તે તે સ્વર્ગમાં ગયે નહિ કે શું? જે આ પૂર્વ કર્મોથી રાક્ષસજ થયે હશે તે તેના શિષ્યો પર અપકાર કરવાને આઘા પાછા શું કામ જોશે? અહો, એ ભક્તિ, * એ પ્રેમ, એ વૃત, ઈત્યાદિ જે જે એને ઠેકાણે અમે કર્યું તે પણ તે ભુલી ગયો શું? રાજા આ પ્રમાણે વિચાર કરે છે એટલામાં તે પાછો બેલ્યો, “અરે હું બોલું છું છતાં તમે કોઈ મને ઉત્તર આપતા નથી?” ત્યારે રાજાએ વિચાર કરી તેને સમજાવીને કહ્યું કે “હે રાક્ષસેંદ્ર, તું હવે અમને પહેલાં કરતાં પણ વધારે પુજ્ય છે, “તે તને પ્રિય એવું અમારે શું કરવું તે કહે? - રાક્ષસે કહ્યું હમેશા મને મનુષ્યને ભેગ આપે અને રાતની વખતે શહેરમાં મને આનંદ કરવા દે. - રાજા બે અરે, નર ભેગનું નામ કાઢીશ નહિ બીજો એકાદ મેદક વગેરેને ભેગ માગ. - રાક્ષસ બે મોદકથી મને સંતોષ વળતે નથી, સિંહ પ્રમાણે રાક્ષસને સંતેષ પામવા મહા માંસજ જોઈએ. હે રાજેદ્ર, નાનપણથી જ આ શહેર મને બહુ ગમતું હતું, અને તેટલા સારૂં જ હું રાતને વિહાર તારી પાસેથી માગી લઉં છું - રાજાએ કહ્યું પ્રભુ, આ હુકમ આપીશ નહિ. નગરના લેકે તને આપી હું પિતાનું રક્ષણ કરનારજ નથી. રાક્ષસે કહ્યું જે એમ છે તે નગર જનનું રક્ષણ કર. અમે રાક્ષસ તે અમારૂં કામ જોર જુલમથી પણ કાઢી લઈશું. : તેનું આવું કુર ભાષણ સાંભળી રાજાએ મંત્રિઓને કહ્યું, “હે મંત્રિ જને, હવે મારે કેમ કરવું તે કહો.” - મંત્રિ વર્ગ–હે સ્વામિન, પુરૂષાર્થ વગેરે વિષયોમાં કુશળ એવી અમારી મંત્ર બુદ્ધિ (સલાહ આપવા જેવી અકકલ) આ દેવી કૃત્યની અંદર ચાલતી નથી. તે પછી રાજાએ ફરીથી કહ્યું કે મેં વિચાર નકકી કર્યો છે કે “મારે દેહ રાક્ષસને આપી તેનાથી નગરજનેનું રક્ષણ કરવું” પછી મંત્રિ વર્ષે રાજાના કાનની Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy