________________ ફેસતા હતા લક્ષ્મીનું નિવાસ સ્થાન, ધર્મ રાજાને કિલો, સુબુદ્ધિ બીજનું ક્ષેત્ર, ધન સંપત્તિનું સ્થળ એ તે મહેલ જોઈ કુમારને વધારે જીજ્ઞાસા ઉત્પન્ન થઈ અંગપર જ રોમાંચ ઉભા થયાં અને પરમ વિસ્મિત થઈમનમાં વિચાર કરવા લાગ્યો કે હું સંગીતની શોધ કરવાની ઈચ્છાથી તદન તલ્લીન થઈ ગયો છું પણ અહીં જોઉં છું તે એક પછી એક ચમત્કારિક કૌતુક મારી નજરે પડે છે. પ્રથમ કનક અને રત્ન જડિત સર્વ પાપ નાશ કરનાર છદ્રભુવન કુમારની નજરે પડયું. આ દેવળમાં દેવ અને દેવીજન પણ ઘણુ આનંદથી દેવાધિદેવની પૂજા કરતાં હતાં. એવું કુમારે પ્રથમ કઈ ઠેકાણે જોયું નહતું. આ પ્રકાર જોઈ કુમાર મનમાં બોલ્યા કે “અરે દેવ તે પોતાના પ્રભાવથી સર્વ ઈચ્છા પરિપૂર્ણ કરે છે એમ છતાં, આ દેવ જીનેશ્વરની સેવા કેમ કરે છે? આનું કારણ એમ કલ્પિ શકાય છે કે દેવેને પણ દુર્લભ એવું કંઈ ફળ જીને. શ્વર પાસે તે માગતા હોવા જોઈએ. હશે, હાલતે સૂર અને વિદ્યાધરથી પૂછત, સર્વ પાપનું ક્ષય કરનાર જીનેશ્વરને પ્રથમ નમસ્કાર કરૂં - કુમાર નિશ્ચય કરી, ઘણા જોરથી પગ નાખી, પૃથ્વિને કંપાવી, દેવવંદને પણ શંકા ઊત્પન્ન કરાવી, પિતે નિશંક થઈ મંડપમાં ગયો. નવિન વિકાસ પામેલા કમળપર જેમ ભ»રની દષ્ટિ પડે છે તેમ આમદન જેવા સુંદર કુમારપર સુરનારીની દ્રષ્ટિ પડી. એક સ્ત્રી રાજકુમારને જોઈ તેને કેવળ મદન સ્વરૂપ ધારી, પિતાના મનહર કેશ પાશને પુષ્પથી ગુંથવા લાગી. બીજી એક તરૂણ અને પુષ્ટ સ્ત્રી, જેના સ્તન ઊન્નત હતા તે કુમારને જેઈ આલિંગન કરવાની ઈચ્છાથી બગાસાં ખાવા લાગી અને શરીર મરડી આળસ કાઢવા લાગી કે પિતાની જંગા તરફ જેવા લાગી, કેઈ પિતાના પગના અલંકાર તરફ જેવા લાગી, કેઈ નૃત્ય કરતાં કરતાં પિતાને હાથ બતાવવા લાગી કે પિતાને હતી કમર પર મૂકી ઉભી રહી, કઈ તરૂણ રાજપુત્રને કટાક્ષ બાણથી ઘાયલ કરતી હતી. આ પ્રમાણે રાજપુત્ર સર્વ સુર દેવીને શૃંગાર રસાવેશથી એકાગ્ર માન સંયુકત કરી, જીનેશ્વરના મંદિરના દ્વાર આગળ ગયે. પછી તે રંગ મંડપમાં ગયે. ત્યાં તેણે મેહરૂપી અધરને સૂર્ય અને કર્મ રૂપી તૃણનો વલ્ડિ એવા જીનેશ્વરને જોયા. જીનેશ્વરના દર્શનથી તેને ઘણે આનંદ થયો. શરીરપર રોમાંચ ઉભાં થયાં પ્રેમ આંસુ વહેવા લાગ્યા. જીનેશ્વર સન્મુખ ભકિતથી બેહસ્ત જેડી કુમારે પ્રભુની સ્તુતિ કરી કે “સંસા- 2 સાગર તારક શિમણું, નિઃશેષ દેષ રહિતા, સર્વદા સર્વ સુરોથી પૂછત જીનેશ્વર હું તને નમસ્કાર કરું છું. હે જગન્નાથ, તારા દર્શનથી મારા અંગપર રોમાંચ ઊભા થાય છે અને આનંદાશ્રુ જલથી પુન્યવૃક્ષના અંકુર ફૂટે છે. દર્શનને યોગ્ય એવા જેણે જીનેશ્વર જોયા નથી તેને ઈશ્વરે વ્યર્થ નેત્ર આપ્યાં છે. જે તપસ્વી જનેએ તેને જે નહીં તેમનું તપ વ્યર્થ છે. મારા અત્યંત પુન્યથી આજ તારૂં દર્શન કરવા હું ભાગ્યશાળી થયો છું. આજ મારા જન્મનું સાર્થક થયું છે. અને આજ મેં વિવેક સંપાદન કર્યો એમ હું સમજુ છું. પ્રશાંત, સુરૂપ, નિર્વિકાર, ઈચ્છીતફલ આપનાર હે દેવાધિદેવ, હું તને નમસ્કાર કરૂં છું.” P.P. Ac. Guriratnasuri M.S. Jun Gun Aaradhak Trust