________________ मंगल कलशकथा चरित्रम् I4 વિકસેન આ જૈન ધર્મનું આરાધન કરીને વૈભવના સ્થાનરૂપ બનીને જે જીવો સિદ્ધિના સુખને પામ્યા છે તે જીવો મંગલકુંભની જેમં વખાણવા યોગ્ય છે. (266) उज्जयिन्यां महापुर्या वैरिसिंहो महीपतिः। सोमचन्दा च तद्धार्या धनदत्तश्च श्रेष्ठयभूत् // 267 // ઉજજયિની નામની મોટી નગરીમાં વૈરિસિંહ નામનો રાજા છે. તેને સોમચંદા નામની રાણી છે. અને ત્યાં ધનત્ત શેઠ રહે છે. (267) धर्मार्थी सुविनीतात्मा सत्यशीलदयान्वितः / गुरुवार्चने प्रीतः स श्रेष्ठी धनदत्तकः // 268 // તે ધનદત્ત ધર્માત્મા-વિનયવાળો સત્ય-શીલને દયાવાળો દેવ ગુરુની પૂજા-સેવામાં પ્રેમવાળો હતો. (268) सत्यभामेति तद्भार्या शीलालकृतिशालिनी। पत्यो प्रेमपरा किन्त्व-पत्यभाण्डविवर्जिता // 269 // તેને શીલાપી અલંકારથી શોભતી-પતિને વિષે પ્રેમવાળી પરંતુ પુત્ર-સંતાનથી રહિત એવી સત્યભામા નામની પત્ની હતી. (269). सान्यदा श्रेष्ठिनं पुत्र-चिन्ताम्लानमुखाम्बुजम् / दृष्ट्वा पप्रच्छ हे नाथ किं ते दुःखस्य कारणम् // 27 // તે પત્નીએ એકવાર પુત્રની ચિંતાથી પ્લાન મુખવાલા શેઠને જોઈને પૂછ્યું કે હે નાથ ! તમારા દુઃખનું શું કારણ છે ? (270) DE श्रेष्ठिना च समाख्याते तस्यै तस्मिन् यथास्थिते। श्रेष्ठिनी पुनरप्यूचे पर्याप्त चिन्तयानया // 27 // P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust