________________ चित्रसेन चरित्रम् चरित्रम् આરટા 1 ET. આશ્વાસન આપ્યું. (149). अथ पद्मरथो भूपः स स्वयंवरमंडपम् / विधायाकारयामास कुमारांश्च महीभुजाम् // 150 // હવે તે પવરથ રાજા સ્વયંવરમંડપ કરાવીને રાજાઓ અને રાજપુત્રોને બોલાવે છે. (15) अथो भूपकुमारास्ते सश्रृङ्गारा मनोहराः / त्वरमाणा इवानङ्गा-त्पद्मावत्याः स्वयंवरे // 15 // चतुरंगचमूयुक्ता:-प्राप्ता रत्नपुरे वरे / कुतूहलानि पश्यन्त: स्थिताश्चोद्यानभूमिषु // 152 // હવે પાવતીના સ્વયંવરમાં મંડપમાં શૃંગારથી મનોહર લાગતા કામદેવ જેવા ચતુરંગ સેનાથી યુક્ત-કુતૂહલોને જોતાં ઉદ્યાનની ભૂમિમાં રહેલા રાજપુત્રો શ્રેષ્ઠ એવા રત્નપુરમાં પહોંચ્યા. (151-152) मण्डपे स्फटिकस्तम्भा: शालभञ्जीमनोहरा: / चित्रिता: पञ्चवर्णैश्च शोभन्ते तत्र भूरयः // 15 // તે મંડપમાં પુતળીઓ વડે મનોહર સ્ફટિકના ઘણાં થાંભલાઓ પાંચે રંગ વડે ચિત્રિત કર્યા ન હોય તેમ શોભતા હતા. (153) मंडपस्याभुतां शोभां दृष्ट्वा भूपकुमारकाः / अतीवानन्दसन्दोह सम्प्रापुः क्षणतस्तदा // 154 // મંડપની અદ્ભુત શોભા જોઈને રાજપુત્રો એક ક્ષણમાં જ અત્યંત આનંદને પામ્યા. (154) अथ पद्मरथो राजा सामग्री प्रविधाय स: / चारुसिंहासनश्रेणिं मण्डयामास मण्डपे // 155 // હવે પવરથ રાજા વિવાહને યોગ્ય સામગ્રી તૈયાર કરાવીને મંડપમાં સુંદર સિંહાસનોની શ્રેણીને ગોઠવાવે છે. (155) NAZU A PAC Gunratnasur M.S. Jun Gun Aaradhak