________________ चित्रसेन चरित्रम् શીયલનો મહિમા | I/ CLCLCLCLCLCLCLCLCLCLCLCLP WELCLCLCLCLCLCLCLCLCLCLCL શીલં જગનિહાણ, શીલ પાવણે ખંડણં ભણિય શીલં વંતૂર્ણ જઈ અકતિમ મંડણ પવઈ શીલવ્રત જગતનું સાચું નિધાન છે, પાપનું ખંડના કરવા રૂપ છે અને માનવી માટે જ્ઞાનીઓએ શીલવ્રતને શાશ્વત અલંકાર કહ્યો છે. માનવી ઉદાર હોય, કરોડોનો દાતાર હોય, વિનયવાન હોય પણ જે તેનામાં શીલધર્મ નથી તો તે આત્મા લોકપ્રિય બની શકતો નથી. સુગંધ વિના પુષ્પની જેમ તેની કોઈ કિંમત નથી. તેમ શીલ વિનાના જીવનની પણ કોઈ કિંમત નથી. જ્યાં શીલ નથી ત્યાં પ્રાણ વિનાના કલેવર જેવું છે. ઈતિહાસને પાને-પાને અનેક દાખલા આવે છે કે શીલધર્મની રક્ષા માટે તેમને કેટલા કષ્ટો સહન ક્યાં - પ્રાણની આહુતિ આપી પણ શીલથી ભ્રષ્ટ થયા નથી. કહેવાય છે કે સારું વિચારવું તે સારું છે. પણ એના કરતાં સારું કરવું એ વધારે સારું છે. અને એના કરતાંયે સારું જીવવું એ અતિ વધુ સારું છે. આત્માએ આત્માના સ્વભાવમાં રમવું તેનું નામ શીલ છે. જે આત્મા સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે તે તો . IMEI A Gunratnasuri M.S. Jun Gun Aaradhakra