________________ મુક્ત એક અખંડ પર છે. આ સમયે સામંતપાલ રાજા તીહાં, બુદ્ધિદર છે શેઠ; સેનિયા છનું કેડથી, લક્ષ્મી કીધી હેઠ, ખરાબ ચીજજ ખાઈને, નાણું વધારી ઘેર; દાણાદિકના સંગ્રહથી, વેપારે બહુ લે. તન મન ધનથી મેળવે, પુણ્યવાન શુભ લાભ; તે આ મન સમજે નહી, દેખવા માત્રજ આભ, તેજ નગરીને વિષે ન્યાયયુક્ત પ્રઢ પ્રતાપી, સર્વ ગુણાદિક યુક્ત એ સામતપાળ નામે રાજા રાજ્ય કરે છે અને છનું ક્રોડ સોનૈયાની અખંડ રિદ્ધિએ કરી યુક્ત એવો અતિ કૃપણ બુદ્ધિદત્ત નામે શેઠ વસે છે. તે શેઠ ખર્ચ કમી કરવાના કારણે ઉદરપોષણાદિકને વિષે હલકો પદાર્થ વાપરે છે. પણ વેપારમાં નિપુણ હોવાથી અનાજ વિગેરેનો સંગ્રહ કરી યોગ્ય સમયે વેચતાં ધન વિશેષ ઉપાર્જન કરી લીધુ હતું. આવી રીતે ધન મેળવનાર પુણ્યવાન છવ હોય તો તે ભવિષ્યમાં નવુ સુખ મળવા માટે તથા મળેલું કાયમ રહેવા માટે નવું પુણ્ય બાંધવા સારાં કાર્ય કરે છે, પણ તે તો આ શેઠ સમાજ નથી. તેથી દેવ ગુરૂની સેવા કે ભિક્ષુકોને દાન દેવું અગર તીર્થ યાત્રાદિક ધર્મકાર્ય કરવું તે કાંઈ પણ કાર્ય કર્યા વિના અત્યાર સુધીની જીંદગી વ્યર્થ ગુમાવી છે. એક દિવસ તે શેઠ પોતાના શયનગૃહમાં સુતો છે ને પિતાની કૃપણુતાનો વિચાર કરતાં નિદ્રાવસ્થામાંથી જાગે તેવામાં સાંભળ્યું કે - આ લક્ષ્મીને ભેગવે, તે પુણ્યશાળી છવ; ઉદરમાતાને અવતર્યો, પામીને બહુ શીવ મારી લક્ષ્મી ભગવે, એ છે કેઈ અન્ય; શેઠ સંભાતે ચિંતવે, લોભે જે અધન્ય. આ શેઠની અત્યંત લક્ષ્મીને ભેગવનાર પુણ્યશાળી જીવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust