________________ ચંપક શ્રેષ્ટીનું ચરિત્ર. મગળાચરણ દોહરા, શાંતિ જિન સુખદાયી છે, કલકત્તા મેઝાર; પ્રણમીતે ને પ્રેમશું કહું કથા સુખકાર, મેહેન મુનિ બહુ ગુણી, વળી હર્ષ પન્યાસ; ચણે તેને શીષ ધરી, ચાહે શ્રુત અભ્યાસ, દેવી સુધાધારિણી, વાણી જે સુખદાય; પામી કૃપા હું તેહની, કરૂં ચંપક કથાય, પુર્વાચાર્ય જે કહી, સંસ્કૃત ભાષા હોય; બાળકોને કાજ હું કરૂં તે ગદ્ય જોય, | ૐ નમઃ વીતરાય છે. દેહરા. ચંપાનગરી ભીતી, વસે વર્ણ દશ આઠ; ચેરાસી ચેટાં તીહાં, વેપારે બહુ ઠાઠ જંબુદ્વીપની દક્ષિણ દિશાએ ભરતક્ષેત્ર છે. તે મધ્યે અતિ દેદીપ્યમાન એવી ચંપા નામે નગરી છે તેમજ તે નગરીના વિષે સોગંધિક ગાંધી, તાંબુલ્યાદિક વેચનાર તંબળી, ઝવેરી, સરાફ, સુખડુ વેચનાર કંદેઈ, કાષ્ટાદિક કાર્ય કરનાર સુતાર, સુવર્ણાદિકનું જડનાર જડીયા (ચોકસી), અનાજ વિગેરે વેચનાર દુષ્ય, મોચી, કંસારા, ઈત્યાદિક અનેક અઢારે વેપારાદિ વર્ગ તેમજ હુન્નરી લોકોથી સંપુર્ણ રાસી ચોટાથી શોભીતી અને અઢારે વર્ણોથી ભરપુર એવી અંગદેશમાં શોભાયમાન ચંપા નામની નગરી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust