________________ ( 53 ) હાલ જરૂર નથી. વેશ્યાએ હર્ષમાં આવી શેઠને માલ આપવો બંધ રાખે અને કહેવા લાગી કે હે ભાઈ ! તમારે હવે તરદી લેવાની જરૂર નથી. પછી સઘળો સામાન પોતાના ઘેર પાછો મેકલાવી દઈ હર્ષથી નાચવા લાગી. ત્યારે મહાસેન પિતાનાં પાંચે રત્નો વેશ્યાની અક્કલથી પાછાં મળેલાં જાણું હર્ષઘેલો થયા. વળી વચનામતિ શેઠ (જેણે રત્નો ઓળવ્યાં હતાં તે) પણ નાચવા લાગ્યો. તે જોઈને ભેગા થયેલા સર્વ લોકોએ તેઓને હર્ષમાં આવી નાચવાનું કારણ પૂછયું, ત્યારે બે જણનું કારણ સમજાયું પણ થાપણ ઓળવનાર શેઠને પૂછતાં તેણે જણાવ્યું કે અત્યાર સુધી હું કોઈથી ઠગા નહોતો પણ આ વેશ્યાએ મને ઠગ્યો. એક તો રત્નો ગયાં અને બીજું વેશ્યાની રિદ્ધિ પણ ગઈ. સર્વ લોકો આવા ઠગને પણ ઠગનાર મળ્યું જાણું હસવા લાગ્યા. આથી શેઠને મા ડું લાગવાથી વૈરાગ્ય આણી તાપસવૃત્તને અંગીકાર કર્યું. મહાન પણ પોતાના દેશમાં જઈ રત્નના પ્રભાવથી સુખી થઈ દિવસ ગુજારવા લાગ્યા. ભુજંગી છંદ. થયે એકદા દેશ દુકાળ ભારે, ગયા લેક સિભાગીને ભૂખ મારે; રહ્યાં તે મુઆ દુ:ખથી તે જગ્યાએ, દીરો મુડદાં લેકનાં ઠામ ઠામે, પિતા વેચતા પુત્રને અન્ન માટે, લહે કોઈ ના તેહને દામ સેટે; કરૂણા પછી દીલમાં લાવી તેને, મહાસેન બુદ્ધિ તદા અન્ન દેણે. દેહરે. ભૂખ્યાને અન્ન આપીને, સંતોષ્યા બહુ જન; રોગીને ઔષધ દીએ, દે નિર્ધનને ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust